Jetpur Gujarat Chutani Result 2022 જેતપુર બેઠક પર રાદડિયા પરિવારનો દબદબો યથાવત, વિજય સરઘસ કાઢ્યું
JETPUR Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
રાજકોટઃ JETPUR Gujarat Chunav Result 2022: આજે પણ અડીખમ ઉભેલા જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે.જેતપુરનો કાપડ ઉદ્યોગ માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત અને માંગમાં છે.ત્યારે આ બેઠક જીતવા માટે અને પ્રજાને રીઝવવા માટે એડીચોટીનુ જોર લગાવામાં આવી રહ્યુ છે.,.સ્થાનિકોના અને ખેડૂતોના ઘણા પ્રશ્ર્નો છે. ત્યારે આ બેઠક પર ઘણા રાજકીય ચઢાવ ઉતાર પણ છે.
જેતપુરમાં રાદડિયા પરિવારનો દબદબો યથાવત
- જેતપુર વિધાનસભા બેઠક પર જયેશ રાદડિયા ચૂંટાઇને ફરી ધારાસભ્ય બન્યા
- 76926 મતથી ભાજપના જયેશ રાદડિયાની જીત
- કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીને મળ્યા
- જયેશ રાદડિયાને મળ્યા 106471 મત
- રોહિત ભુવા ને મળ્યા 29545 મત (આપ)
- રાજુભાઈ સરવૈયાને મળ્યા 20788 મત (એસપી)
- દિપક વેકરિયને મળ્યા 12244 મત (કોંગ્રેસ)
- નોટાને મળ્યા 2287 મત
- જેતપુર વિધાનસભા પર ભાજપનો ભગવો લહેરાયો
- ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ વિજય સરઘસ કાઢ્યું
- જેતપુર જામકંડોરણા ના મતદારોનો આભાર માન્યો
- અપેક્ષા કરતા પણ સારૂ પરિણામ મતદારોએ આપ્યું
- 76848 હજારની લીડ જેતપુર જામકંડોરણા માં ઇતિહાસ બન્યો
- વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યું છું,સુખ દુઃખ માં ભાગીદાર બન્યો છું,પરિવારનો સબંધ નિભાવ્યો છે
- આવનારા દિવસોમાં વિસ્તારમાં તાકાતથી કામ કરીશ
- ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢ્યું
2022ની ચૂંટણી
2022માં ફરી ભાજપે જયેશ રાદડિયાનો ચહેરો રિપીટ કર્યો છે ત્યારે દિપક વેકરિયાને ટિકિટ આપી છે તો આપે રોહિત ભૂવાને મેદાને ઉતાર્યા છે....
2017ની ચૂંટણી
કોગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા જયેશ રાદડિયાને ટિકિટ આપી હતી ...જ્યારે કોગ્રેસે રવિ અંબાલિયાને ટિકિટ આપી હતી
2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી... કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. 2012માં જીત બાદ જયેશ રાદડિયા ભાજપમાં જોડાયા અને 2013માં પેટાતચૂંટણી થઈ જેમાં ફરી જયેશ રાદડીયાની જીત થઈ અને આ બેઠક ભાજપના ફાળે આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે