ઇતિહાસમાં પ્રથમવાર લાલ મરચાની તીખાશ વધી! જામનગર યાર્ડમાં ગોંડલના મરચાનો રેકર્ડબ્રેક રૂા.10,000 ભાવ બોલાયો
ગોંડલના કોળીથળ ગામના ખેડૂત કાળુભાઇ સાવલીયા લાલ મરચાની 3 ભારી લઇને આવ્યા હતાં. જેમાં હાપા યાર્ડ ખાતે લાલ મરચાની જાહેર હરરાજીમાં તેમને 20 કીલો એટલે કે એક મણના રૂ.10,000 સુધીના ભાવ ઉપજયા હતાં.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાના રેકર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા હતાં.
યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ છે. જ્યારે લાલ મરચાના ખૂબ સારા ભાવ મળતા ખેડૂતો ખુશાલ જોવા મળ્યા છે અને યાર્ડમાં તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના પણ રૂ.6400 ભાવ ઉપજયા હતાં.
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી જણસની આવકના કારણે ખેડૂતોને ઉંચા ભાવ મળી રહ્યા છે. ગોંડલના કોળીથળ ગામના ખેડૂત કાળુભાઇ સાવલીયા લાલ મરચાની 3 ભારી લઇને આવ્યા હતાં. જેમાં હાપા યાર્ડ ખાતે લાલ મરચાની જાહેર હરરાજીમાં તેમને 20 કીલો એટલે કે એક મણના રૂ.10,000 સુધીના ભાવ ઉપજયા હતાં.
નોંધનીય છે કે, જામનગર યાર્ડના ઇતિહાસમાં લાલ મરચાના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રહ્યા હતાં. એક દિવસમાં 37,319 મણ વિવિધ જણસીઓની આવક થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે