જામનગર યૌનશોષણ મામલો: સાહેબ ફ્રેશ થવા માટે ફ્લેટની ચાવી લઇ જતા અને...

કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંઝ્યા બાદ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. મહિલા એટેન્ડન્ટોને મજબુર કરીને તેમનું શારીરિક શોષણ થતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં શહેરમાં શરૂ થયેલા સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઇ જવાતી હતી. તેવી વાત બહાર આવ્યા બાદ ફ્લેટમાં રહેનાર વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. 
જામનગર યૌનશોષણ મામલો: સાહેબ ફ્રેશ થવા માટે ફ્લેટની ચાવી લઇ જતા અને...

જામનગર : કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંઝ્યા બાદ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. મહિલા એટેન્ડન્ટોને મજબુર કરીને તેમનું શારીરિક શોષણ થતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં શહેરમાં શરૂ થયેલા સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઇ જવાતી હતી. તેવી વાત બહાર આવ્યા બાદ ફ્લેટમાં રહેનાર વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. 

ફ્લેટમાં રહેતા કર્મચારીના અનુસાર તેના સાહેબ ફ્લેટ ફ્રેશ થવા માટે વાપરતા હતા. જો કે આ ફ્લેટમાં તેઓ શું કરતા હતા તે અંગેની માહિતી નથી. જામનગરની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીઓ પર દબાણ કરી તેમનું શારીરિક શોષણ કેસમાં યુવતીઓના નિવેદનો નોંધાઇ રહ્યા છે. જેમાં યુવતીઓએ સેક્શન રોડ પર આવેલા આવાસના ફ્લેટમાં લઇ જવાતી હોવાનું સામે આવ્યું હતું. 

આ ફ્લેટમા ભાડે રહેતા નિતેશ બથવારાએ જણાવ્યું કે, આવાસમાં મકાન ભાડે રાખીને રહે છે. એલ.બી સાહેબ મારી પાસેથી અવાર નવાર ફ્રેશ થવા માટે ચાવી લઇ જતા હતા. ફ્રેશ થવા માટે જવાનું કહીને ઉપયોગ કરતા હતા. રૂમનો શું ઉપયોગ કરતા હતા તે મારા ધ્યાને નથી. આ ઉપરાંત તેઓ મારા સાહેબ હોવાથી હું તેમને પુછી પણ નહી શકું. સાહેબ કહેતા હતા કે, મારુ ઘર દુર છે, 24 કલાકની ડ્યૂટી હોય એટલે રેસ્ટ માટે પણ રૂમ પર જતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news