જામનગર કિરીટ જોશી હત્યા મામલો: સાક્ષીઓને જયેશ પટેલેને આપી ધમકી, ઓડિયો થયો વાયરલ

શહેરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યાને લઈને મામલો ફરીથી એક વખત ગરમાયો છે.

જામનગર કિરીટ જોશી હત્યા મામલો: સાક્ષીઓને જયેશ પટેલેને આપી ધમકી, ઓડિયો થયો વાયરલ

મુસ્તાક દલ/જામનગર: શહેરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યાને લઈને મામલો ફરીથી એક વખત ગરમાયો છે. ત્યારે આ કેસના બે સાક્ષીઓને કિરીટ જોશીની હત્યા કેસના મુખ્ય આરોપી અને ભૂ માફિયા જયેશ પટેલ દ્વારા ધમકી આપતા જામનગર શહેરમાં ફરીથી ચકચાર જાગી છે. અને જામનગર જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયા તથા તેના ભાઇ ટીનાભાઈ બંને સાક્ષીઓ દ્વારા ધમકીની ઓડિયો ક્લિપ લઈને પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

100 કરોડના જમીન વિવાદમાં થઇ હતી જાણીતા વકીલની હત્યા 
જામનગર શહેરમાં એપ્રિલ માસ દરમિયાન શહેરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની જાહેરમાં હત્યાની ઘટનાએ ખૂબ ચકચાર જગાવી હતી અને આ ઘણાં સમય સુધી આ મામલો ચાલ્યો હતો, જ્યારે 100 કરોડની જમીનનો મુખ્ય વિવાદ આ હત્યા કેસમાં પ્રકાશિત થયો હોય ત્યારે હત્યાના મુખ્ય આરોપી ભૂ માફિયા જયેશ પટેલ હજુ સુધી પોલીસ પકડમાં નથી આવ્યો છે. અને તેના દ્વારા આ કેસના બે સાક્ષીઓ હસમુખ પેઢડિયા જે જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ છે અને તેના ભાઇ ટીનાભાઇ પેઢડિયાને ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા મોબાઇલ ફોનથી ધમકી આપતાં ચકચારી કિરીટ જોશી હત્યા કેસમાં ફરીથી નવો વળાંક આવ્યો છે અને હાલ બંને સાક્ષીઓ દ્વારા ધમકીની ઓડિયો ક્લિપ પોલીસ સમક્ષ રજૂ કરી આરોપી જયેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોદી સાહેબ જોડે મારા ફોટા છે, કોઇ નેતા નહિ બચાવે: જયેશ પટેલ 
જ્યારે ભૂ માફિયા જયેશ પટેલ દ્વારા સાક્ષી ટીનાભાઈ અને તેના ભાઈ હસમુખ પેઢડિયાને આપવામાં આવેલી ધમકી બાબતે વાત કરવામાં આવે તો ફોનમાં ધમકી દરમિયાન ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા બંને ભાઈઓને હાથપગ તોડાવી નાખવા તેમજ જાનથી મારી દેવાની ધમકી આપવામાં આવી છે. હસમુખ પેઢડિયા દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવીએ સમયે રજૂ કરવામાં આવેલા ઓડિયો ક્લિપમાં ઉચ્ચ રાજકીય નેતાઓ, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ અને પૂર્વ જિલ્લા પોલીસવડા સહિત માફિયાઓના પણ નામ લીધા છે. અને કહ્યુ કે મોદી સાહેબ જોડે ફોટા છે. અને કોઈ પણ વ્યક્તિ ભૂમાફિયા જયેશ પટેલનું કંઇ બગાડી નહી શકે તેવો પણ ઉલ્લેખ કર્યો છે.

ઓડિયો ક્લિપ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે હાલ જ કિરીટ જોષી હત્યા મામલાનો કેસ જામનગરની કોર્ટમાં બોર્ડ પર પણ આવી ગયો છે. અને તેના કેસની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે કયાંકને કયાંક બંને સાક્ષીઓને બીવડાવીને ધમકાવી આ કેસને નબળો પાડવાની પણ ભૂમાફિયા જયેશ પટેલને સાજીસ હોય તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે હવે આ કેસની હિયરિંગ દરમિયાન આવતા દિવસોમાં ઓડિયો ક્લિપને અદાલત સમક્ષ રજૂ કરવામાં પણ આવશે તેવું કિરીટ જોષીના વકીલો દ્વારા જણાવવામાં આવ્યુ છે. જો કે ભૂમાફિયા જયેશ પટેલ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરી રહ્યો છે કે કિરિટ જોશીની હત્યા તેના દ્વારા જ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news