રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા

Jamnagar Jamsaheb On Rupala Controversy : ગુજરાતમાં રૂપાલાના વિરોધ વચ્ચે હવે રાજવી પરિવારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. જામનગરના જામ સાહેબે ગઈકાલે વિરોધ બાદ આજે રૂપાલા મામલે આજે સમાધાનકારી વલણ અપનાવવા અપીલ કરી છે. જામ સાહેબના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર લખ્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે રૂપાલાએ 2 વાર માફી માગી છે પણ એ યોગ્ય નથી પણ હવે ત્રીજીવાર માફી માગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ એવી અપીલ કરી છે. આમ હવે ધીરેધીરે આ વિવાદ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. 

રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા

Loksabha Election 2024 : ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર અને ભાજપના કદાવર નેતા પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોનો વિરોધ તૂલ પકડી રહ્યો છે પરંતુ બીજીતરફ હવે ધીરે ધીરે રૂપાલાને માફ કરી દેવા માટે અનેક રાજપૂતો આગળ આવીને પોતાનો મત આપી રહ્યાં છે. ગુજરાતના કેટલાક રાજવીઓ હવે રૂપાલાની તરફેણમાં આવ્યા છે. જામનગરના જામ સાહેબે રૂપાલાને સંબોધીને આજે બીજો પત્ર લખ્યો છે. જામ સાહેબે રૂપાલા વર્સિસ રાજપૂતોના વિવાદમાં હવે સમાધાનકારી વલણ અપનાવવા અપીલ કરી છે. ગઈ કાલે જામ સાહેબે રૂપાલા સામે ક્ષત્રિયોની ભાષામાં પોતાનો પત્ર લખી ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પરંતું આજે જામ સાહેબનો ગુસ્સો શાંત થતાં તેમણે સમાધાનકારી વલણ અપનાવવા માટે બીજો પત્ર ક્ષત્રિયોને જાહેરમાં લખ્યો છે. તેમણે સમાજના પ્રુમખ આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં રૂપાલા ત્રીજીવાર માફી માગે તો માફ કરવા અપીલ કરી છે.

‘ક્ષમા વિરસ્ય ભુષણમ ધર્મ’ ને યાદ કરી માફી આપવી

આજના આ પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે, કાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.મારા ધ્યાન પર આવ્યું છે કે પરશોત્તમ રુપાલાએ પહેલા 2 વાર માફી માગી લીધી છે પણ આટલું પુરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એક વાર રુપાલા આ પ્રમાણે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભુષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.

ગઈકાલના પત્રના અંશો...

ગઈકાલે પત્રમાં જામ સાહેબે જણાવ્યું હતું કે, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે, તેને સજા થવી જ જોઈએ. કોઈ ખરાબ બોલીને આપણું અપમાન કરે, તો આપણે આપી જાતને સજા ના આપવાની હોય. જે બહેનોએ હિંમત દર્શાવી તે ધન્યવાદને પાત્ર છે, પરંતુ આ કિસ્સામાં જૌહરનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. આજના લોકશાહીના સમયમાં લોકશાહી ઢબે એકતા બતાવી વિરોધ કરવાનો સમય હવે આવી ગયો છે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં, પરંતુ એકતા રાખીને બતાવી દેવાનું છે કે, ભારતમાં હજુ રાજપૂતો છે. આથી સૌ રાજપૂતો એક થઈ જે આવું કૃત્ય કરે તેને ભેગા મળીને ચૂંટણીમાં હરાવો. આને કહેવાય, લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા આપવી જોઈએ જોકે, આજે જામ સાહેબે રૂપાલાને માફ કરી દેવા અપીલ કરી છે. 

જામસાહેબના આજના પત્રના અંશો
મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે. પરંતુ આટલું પૂરંતુ નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માગે તો * ક્ષમા વિરસ્ય ભુષણમ "ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ. આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચુંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ. જય માતાજી.

jamsaheb_zee2.jpg

રૂપાલા ત્રીજીવાર માફી માંગે 
રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદ મામલે આજે ક્ષત્રિય સમાજની અમદાવાદ રાજપૂત ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રમજુભા જાડેજા , તૃપ્તિબા રાઓલ, અનિરુદ્ધ સિંહ જાડેજા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરસોત્તમ રૂપાલા ત્રીજી વાર માફી માંગીને એમના સંસ્કાર બતાવે તો સમિતિમાં આગળ ડિસિજન લઈશું. જામ સાહેબનો અમે આદર કરીએ છીએ અને આ બાબતે અમે સંકલન સમિતીની મીટિંગમાં ચર્ચા પણ કરીશું.

ગુજરાતમાં કયા રાજવી તરફેણમાં અને કોણ વિરોધમાં
ઉલ્લેખનીય છે કે, દાંતા સ્ટેજના રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા હતી. રાજવી પરિવારના એચએચ રિધિરાજ સિંહે પરસોત્તમ રૂપાલાથી થયેલી ભૂલને હવે રાજકીય મુદ્દો ન બને તેવી તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે. તો ગઈકાલે રાજકોટના રાજવીએ સમાધાનકારી વલણ દાખવતા રાજપૂત સમાજમાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. રાજવી માંધાતાસિંહે સંવાદથી સમાધાનનો માર્ગ કાઢ‌વા ભાજપ અને ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. આ માટે તેમણે રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તો બીજી તરફ, ઝાલાવાડ, જામનગર, ભાવનગર અને કચ્છના રાજવી પરિવારે રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news