વાયુસેનાના કર્મચારીનો વેક્સીન ન લેવાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો

વાયુસેનાના કર્મચારીનો વેક્સીન ન લેવાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો
  • કર્મચારીએ અરજીમાં કહ્યું, પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તેઓ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. માત્ર ઈમરજન્સી સ્થિતિમાં જ એલોપથી દવાઓ લે છે
  • ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ એપી ઠાકરની બેન્ચે આદેશ કર્યો કે, કર્મચારીની વિરુદ્ધ 1 જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઈકોર્ટે ભારતીય વાયુસેનાના જામનગર (jamnagar) માં તૈનાત એક કર્મચારીની અરજી પર નોટિસ જાહેર કરી છે. વાયુસેનાના કર્મચારીએ કોવિડ 19 ની રસી લેવા અનિચ્છા દર્શાવ્યા બદા વાયુસેના દ્વારા તેને ફરજમુક્ત કરવા શો કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારે કર્મચારીએ આ નોટિસને હાઈકોર્ટ (gujarat highcourt) માં પડકારી હતી. ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ એપી ઠાકરની બેન્ચે આદેશ કર્યો કે, ભારતીય વાયુસેના અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવામાં આવે. તેમજ વાયુસેના (indian airforce) ના કર્મચારીની વિરુદ્ધ 1 જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવે.

વાયુસેનાએ શો કોઝ નોટિસ આપી 
જામનગરમાં ઇન્ડીયન એરફોર્સ (jamnagar airforce) માં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રકુમારે તેમને 10 મેના રોજ મળેલી કારણ બતાવો નોટિસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. વાયુસેનાએ આ નોટિસમાં કહ્યું હતું કે, રસીકરણ (vaccination) ની વિરુદ્ધ યોગેન્દ્રકુમારનું આ વલણ ઘોર અનુશાસનહીનતા બતાવે છે. ત્યારે આવા વલણમાં તેમનુ સેવારત રહેવુ અન્ય કર્મચારીઓ અને નાગરિકોના સ્વાસ્થય પર અસર કરી શકે છે. 

અરજી કરનાર યોગેન્દ્રકુમારને જાહેર કરાયેલ નોટિસના હવાલાથી કહ્યુ કે, આઈએએફના અનુસાર, વાયુસેના જેવા અનુશાસિત દળમાં તમારી સેવા અનિચ્છીય છે અને તેમને સેવામાંથી હટાવવાની જરૂર છે. અરજીમાં તેમણે કહ્યું કે, રસી (corona vaccine) ન લેવાથી તેમને સેવામાંથી હટાવવુ એ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14 અને 21 નું ઉલ્લંઘન છે. 

કર્મચારીએ વેક્સીન લેવા ના પાડી 
તો બીજી તરફ યોગેન્દ્રકુમારે પોતાની અરજીમાં કહ્યુ કે, કોવિડ 19 ની રસી લેવા અનિચ્છા દર્શાવવાને કારણે તેને નોકરી પરથી કાઢી મૂકવો ગેરકાયદેસર, અસંવિધાનિક અને મનમાનીભર્યો નિર્ણય છે. તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી કે, આ નોટિસ રદ કરવાનો આદેશ આપે અને ભારતીય વાયુસેના તેને રસી લેવા મજબૂર ન કરે. 

કર્મચારીએ કહ્યું, હુ આયુર્વેદમાં વિશ્વાસ રાખુ છું 
અરજી કરનારે 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ પોતાના સ્કોવડ્રનના કમાન્ડિંગ ઓફિસરને પત્ર લખીને કોવિડ 19 ની રસી લેવા અનિચ્છા વ્યક્ત કરી હતી. કુમારે પોતાના આવેદનમાં કહ્યું હતું કે, પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તેઓ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. તેઓ માત્ર ઈમરજન્સી સ્થિતિમાં જ એલોપથી દવાઓ  લે છે. આવામાં તેઓ રસી નહિ લે. ત્યારે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news