ગુજરાતના યુવાઓ પર મોટી ઘાત બેઠી! જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

Heart Attack : મુંબઈમાં કાંદીવલીમાં અભ્યાસ કરતા જામનગરના કિશોરનું હાર્ટએટેકથી મૃત્યુ... યોગા કરતા સમયે આવ્યો હાર્ટ એટેક,,, ઓમ ગઢેચા નામના 13 વર્ષીય કિશોરના મોતથી પરિવાર પર આભ ફાટ્યું
 

ગુજરાતના યુવાઓ પર મોટી ઘાત બેઠી! જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચિંતાની વાત તો એ છે કે, યુવાઓ અને કિશોર વયનાઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. ગુજરાતના યુવા વર્ગ પર મોટી ઘાત બેઠી છે. આ હાર્ટએટેક ગુજરાતના યુવાઓને ભરખી રહ્યો છે. હવે તો નાના બાળકોને પણ હૃદય રોગના હુમલા આવી રહ્યાં છે. ત્યારે મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના માત્ર 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. કિશોરને યોગા કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હતો. 
 
મુંબઈમાં કાંદીવલીમાં અભ્યાસ કરતા જામનગરના કિશોર ઓમ ગઢેચાનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. મૂળ જામનગરનો કિશોર મુંબઈમાં અભ્યાસ કરતો હતો. ઓમ ગઢેચા યોગા કરી રહ્યો હતો, તે જ સમયે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હતો. આમ, ઓમ ગઢેચા નામના 13 વર્ષીય કિશોરના મોતથી પરિવારમાં આભ તૂટ્યાની સ્થિતિ ઉભી થઈ છે. 

રાજકોટમાં 18 વર્ષના વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત 
રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીનું હૃદયરોગના હુમલાથી મોતની આશંકા છે. 18 વર્ષીય કશિશ સતીષભાઈ પીપળીયા હોસ્ટેલમાં જ રહીને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જામકંડોરણા તાલુકાના જામદાર ગામના પરિવારની પીપળીયા પરિવારની દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટ્યુ છે. વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીને વાલની બીમારી હતી અને તેની સારવાર પણ ચાલતી હતી, ત્યારે પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.

હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news