Jamnagar Royal Family News: નવાનગરના નવા જામસાહેબ! જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

Jamnagar Royal Family News: જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે  રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.

Jamnagar Royal Family News: નવાનગરના નવા જામસાહેબ! જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

મુસ્તાક દલ, જામનગર: જામનગરના રાજવી પરિવારના વારસદાર અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે  રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. 

આ દરમિયાન શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, મને આનંદ છે કે અજય જાડેજા નવાનગરના નવા જામસાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદ રૂપ હશે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના છે અને નવાનગર રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ પહેલેથી જ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીની નજીક રહ્યા છે અને મનાતું હતું કે તેઓ જ નવા જામસાહેબ હશે. 

અત્રે જણાવવાનું કે અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં થયો હતો. તેમનું આખુ નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે. તેઓ જામનગરના શાહી વંશજ છે. જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું. જ્યાં પૂર્વ સ્વતંત્ર ભારતમાં જાડેજા રાજવંશનું એક રજવાડું હતું. 

(Pic 1 - File photo of Ajay Jadeja, pic 2 - copy of statement provided by PRO team of Jamsaheb) pic.twitter.com/K6jTByI4Nu

— ANI (@ANI) October 12, 2024

વારસદારનો ઈતિહાસ
હાલ જામસાહેબ શત્રુશલ્યસિંહજી નિ:સંતાન છે. આ કારણે તેમણે પોતાના વારસદારની પસંદગી કરવાની હતી. આથી તેમણે અજય જાડેજાને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યા. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જે 33 વર્ષ જામસાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને પોતાના વારસદાર બનાવ્યા હતા. પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી ઘરેલુ ક્રિકેટ ચેમ્પિયનશીપનું નામ તેમના પૈતૃક સંબંધી સર રણજીત સિંહજી વિભાજી જાડેજા (જેમને મોટાભાગે રણજી કહેવાય છે) તેમના નામ પર રાખવામાં આવ્યું છે. જે 1907થી 1933 સુધી નવાનગરના રાજા હતા. 

અજય જાડેજા રણજીતસિંહજી અને દિલિપસિંહજીના પરિવારના છે. શત્રુશલ્યસિંહજી પોતે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. નવાનગરના મહારાજાનું બિરૂદ ધરાવનારા તેઓ છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સીઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમીને પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો. 

ટીમ ઈન્ડિયાનો ભાગ હતા અજય જાડેજા
અજય જાડેજા વર્ષ 1992થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતા. તેઓ વાઈસ કેપ્ટન પણ હતા. ભારત માટે તેમણે 15 ટેસ્ટ મેચ અને 196 વનડે મેચ રમી છે. 53 વર્ષના અજય જાડેજા જામનગરના શાહી પરિવારના વંશજ છે. મેચ ફિક્સિંગમાં તેમનું નામ ખુલતા તેમના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ 2003માં દિલ્હી હાઈકોર્ટે આ પ્રતિબંધ હટાવ્યો પણ ત્યારબાદ જાડેજા ક્રિકેટ રમી શક્યા નહીં. તેઓ આઈપીએલમાં અલગ અલગ ટીમમાં મેન્ટોર રહ્યા. હાલમાં તેમણે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનું કોચિંગ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news