જોરદાર છે, જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસનો થ્રી લેયર સિક્યુરિટી એક્શન પ્લાન

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ હવાઈ સર્વેલન્સ એટલે કે ડ્રોન થી બાજ નજર રખાશે.બીજી તરફ બોડી વોર્ન કેમેરાથી સર્વેલન્સ ની સાથે જ સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

 જોરદાર છે, જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસનો થ્રી લેયર સિક્યુરિટી એક્શન પ્લાન

મૌલિક ધામેચા: ગુજરાતના સૌથી મોટા રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રણ સ્તરીય ગોઠવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન કોઇ પણ અનિચ્છનિય ઘટનાને પહોંચી વળવા માટે પણ પોલીસ સજ્જ બની છે. સ્થાનિક પોલીસથી માંડીને સેન્ટ્રલ સિક્યુરીટી ફોર્સે અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળી લીધો છે.પરતું આ વર્ષે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત કેવો હશે જોઈએ આ અહેવાલમાં.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ હવાઈ સર્વેલન્સ એટલે કે ડ્રોન થી બાજ નજર રખાશે.બીજી તરફ બોડી વોર્ન કેમેરાથી સર્વેલન્સ ની સાથે જ સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

રથયાત્રા બંદોબસ્તમાં તૈનાત પોલીસ બંદોબસ્ત
IG/DIG - 9,SP/DCP - 36, ASP/ACP - 86,PI - 230, PSI - 650, ASI/HC/PC/LR - 11800, SRP - 19 કંપની (1330 પોલીસ જવાનો), CAPF/RAF કંપની - 22 (1540 પોલીસજવાનો), હોમગાર્ડ - 5725
BDDS ટીમ - 9,ડોગ સ્ક્વોડ - 13 ટીમો, ATS ટીમ 1, માઉન્ટેડ પોલીસ - 70, નેત્ર ડ્રોન કેમેરા - 4, ટ્રેઝર ગન - 25 અનેમોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર - 4નો સમાવેશ થાય છે.

ખાસ કરી રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા માં 100થી વધુ હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરા, બોડીઓન કેમેરા અને ડ્રોનથી પોલીસ જવાનો બાજ નજર રાખશે. અને આ તમામ કેમેરાનું મોનિટરીંગ કમિશનર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમ, જગન્નાથ મંદિર અને તંબુ ચોકી LIVE કરાશે. પોલીસે અત્યારથી જ રાત્રી દરમ્યાન સંવેદનશીલ વિસ્તારમાં બે વખત ફુટ પેટ્રોલીંગ કરી રહી છે જોકે છેલ્લા એક મહીનાથી ધાબા ચેકિંગ, વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.

બીજીતરફ અનુભવી IPS ઓફિસર થી માંડીને રથયાત્રા બંધોબસ્તના અનુભવી PI , PSIને પણ રથયાત્રામાં બોલાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે.તો સાથે સાથે રોજેરોજ ક્રાઇમબ્રાંચ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રથયાત્રાને લઇને સુરક્ષા અને શાંતિ જળવાઇ રહે તેના પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિ લઈ શાંતિપૂર્ણ વાતાવરણ માં રથયાત્રા નીકળવા શહેર પોલીસે કોમ્યુનીટી પોલીસિંગથી લોકોનામાં એકતા જળવાય તેવા પ્રયાસ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યા છે.જેમાં શાંતિ સમિતિની બેઠકથી લઈ રક્તદાન અને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું.

4 શહેર પોલીસ રથયાત્રામાં લોખંડી બંદોબસ્ત ગોઠવાની સાથે લોકોમાં એકતા જળવાય તેનો પ્રયાસ કર્યો છે.સાથે જ રથયાત્રામાં રહેલ 101 ટ્રક માંથી 30 જેટલા સારા ટ્રકને ઇનામ આપવાની જાહેરાત કરી છે. જેમાં કુલ 3 લાખ સુધીના અલગ અલગ ઇનામ શહેર પોલીસ દ્વારા આપવામાં આવશે, ત્યારે રથયાત્રા દિવસે ઘણા રોડ બંધ હોવાથી ટ્રેનમાં મુસાફરી કરનાર ટ્રાન્સપોર્ટેશન તકલીફ પડતી હોવાની ફરિયાદ મળતા આ વર્ષે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ઇ-રિક્ષાનું આયોજન કર્યું છે. જે ઇ રીક્ષા રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવશે.

આમ કોરોના બાદ નીકળનારી 145 જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે અમદાવાદ માંથી પસાર કરવા પોલીસનો સુચારૂં અને લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news