સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદેથી જગદીશ પટેલને હટાવાયા, આનંદ ચૌધરીને સોંપાઈ જવાબદારી


સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશ પટેલને લઈને કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. 

સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદેથી જગદીશ પટેલને હટાવાયા, આનંદ ચૌધરીને સોંપાઈ જવાબદારી

સુરતઃ ગુજરાત કોંગ્રેસે મોટો નિર્ણય લેતા સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલને હટાવી દીધા છે. તેમના સ્થાને સુરત ધારાસભ્ય આનંદ ચૌધરીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જગદીશ પટેલ સામે જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. આ વિરોધને જોતા જગદીશ પટેલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 

અમિત ચાવડાએ સોંપી કમાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જગદીશ પટેલને હટાવીને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી જદગીશ પટેલ સામે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news