ઉદ્યોગપતિઓ માટે ભાવનગરમાં રહેવું બન્યું મુશ્કેલ, 24 કલાકમાં બીજી ઘટનાથી ચકચાર...

શહેર માલદારોની જાણે કે માઠી બેઠી હોય તેમ ઉપરાઉપરી ખંડણીની ઘટનાઓ બનવા પામી રહી છે. અમદાવાદથી આવી રહેલા ભાવનગરના એક બિલ્ડરનું થોડા દિવસો પહેલા ભાવનગર નજીકથી અપહરણ કરી તેની પાસે અપહરણકારો એ તેમનું દેણું ચુકવવા અઢી કરોડની ખંડણીની માંગ કરી હતી. જેમાં ગત રાત્રીના બિલ્ડરની ઓફિસમાં ઘુસી પાંચ જેટલા ઇસમોએ તોડફોડ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાય છે. જયારે પોલીસે આ બનાવમાં ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદ્યોગપતિઓ માટે ભાવનગરમાં રહેવું બન્યું મુશ્કેલ, 24 કલાકમાં બીજી ઘટનાથી ચકચાર...

નવનીત દલવાડી/ ભાવનગર: શહેર માલદારોની જાણે કે માઠી બેઠી હોય તેમ ઉપરાઉપરી ખંડણીની ઘટનાઓ બનવા પામી રહી છે. અમદાવાદથી આવી રહેલા ભાવનગરના એક બિલ્ડરનું થોડા દિવસો પહેલા ભાવનગર નજીકથી અપહરણ કરી તેની પાસે અપહરણકારો એ તેમનું દેણું ચુકવવા અઢી કરોડની ખંડણીની માંગ કરી હતી. જેમાં ગત રાત્રીના બિલ્ડરની ઓફિસમાં ઘુસી પાંચ જેટલા ઇસમોએ તોડફોડ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાય છે. જયારે પોલીસે આ બનાવમાં ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના માલદારોને પોતાનું આર્થિક સમૃદ્ધ હોવું પણ અભિશાપ લાગી રહ્યું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં જાણેકે કાયદા નું કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ માથાભારે ઇસમો માલદારો નું અપહરણ, લુટ, ખંડણી જેવી ઘટનાઓ ને અંજામ આપી રહ્યા છે. હજુ તનિષ્કના મેનેજરનું  અપહરણ કરી ખંડણીની ઘટના તાજી છે, ત્યાં જ ૨૪ કલાકમાં બીજી ખંડણી માંગવાની ફરિયાદ નોંધાય છે. જેમાં શહેરના ભીલવાડા સર્કલમાં રહેતા અને ઓફીસ ધરાવતા બિલ્ડર બિલાલ લાકડિયા કે જેઓ થોડા દિવસો પહેલા અમદાવાદ થી પરત આવી રહ્યા હોય ત્યારે તેનો એક કાર અમદાવાદથી પીછો કરી રહી હતી.

જયારે બીજી અન્ય કાર ભાવનગર નજીક ઉભી હોય અને તેઓ ભાવનગર નજીક પહોચતા જ આ કાર વચ્ચે આંતરી તેમની કારમાં માથાભારે ઇસમો બેસી તેને અન્યત્ર લઇ ગયા હતા. આ અપહરણકાર કે જે પણ એક બિલ્ડર હોય પણ ભારે દેણા માં આવી ગયો હોય અને જેમને લોકોને દેવાના રૂ. નો હવાલો કબુલ કરવા બિલાલ લાકડિયાને ધમકાવી રૂ. અઢી કરોડની માંગ કરી હતી. જો કે તે સમયે બિલાલ લાકડિયા એ શાંત મગજે વિચારી અને જોઈએ તેમ કહી અપહરણકારોની ચુન્ગલ માંથી છુટકારો મેળવ્યો હતો. પરંતુ અપહરણકારો પૈકીના લોકો દરરોજ બિલાલની ઓફિસે જઈ રૂપિયાની માંગ કરતા હોય જેમાં ગત રાત્રીના આ માથાભારે ઇસમોએ બિલાલની ઓફિસમાં ઘુસી કેમરા, પ્રિન્ટર, કોમ્પ્યુટર વગરેમાં તોડફોડ કરી કોમ્પ્યુટર વગરે તેમજ ઓફિસમાં સહી કરેલા ચેકબુકોની થેલી સહીતનો સમાન ઉઠાવી જઈ ધમકી આપતા બિલાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અપહરણ અને ખંડણીની ઘટનામાં ચાર ઇસમો સામે પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. જેમાં અસલમ કાદરભાઈ ખોખર, જાહિદ ઉર્ફે જાયલો જીભાઈ ખોખર,મોહસીન ઉર્ફે ચનક અબ્દુલરહેમાન ખોખર  અને રાહિલ ઉર્ફે ભૂરો રફીકભાઈ ચૌહાણ નો સમાવેશ થાય છે. હાલ પોલીસે આ બનાવમાં અપહરણ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ભાવનગર શહેરની કથળતી જતી કાયદો અને વ્યવસ્થા ને નિયંત્રિત કરવા પોલીસે તેની નૈતિક ફરજ અદા કરી શહેરીજનોને આવા તત્વોના ત્રાસ માંથી મુક્તિ મળે તે દિશામાં કાર્યવાહી કરે તેવી લોકો આશા કરી રહ્યા છે જેથી લોકો શાંતિપૂર્ણ જીવન પસાર કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news