ગુજરાતમાં અહીં ખેડૂતો બેહાલ! ગત વર્ષની સરખામણીમાં કોડીના ભાવે વેચાઈ રહ્યા છે 'ટામેટાં'
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 4933 હેક્ટર જમીનમાં શાકભાજી પાકનું વાવેતર કર્યું છે જે પૈકી ટામેટાનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ 25 હજાર જેટલો ખર્ચ કરી વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ જતા ઉત્પાદન પણ સારું થયું છે.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં ટામેટાનું વાવેતર કરનારા ખેડૂતોને ટામેટાના ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં ખેડૂતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 4933 હેક્ટર જમીનમાં શાકભાજી પાકનું વાવેતર કર્યું છે જે પૈકી ટામેટાનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ 25 હજાર જેટલો ખર્ચ કરી વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ જતા ઉત્પાદન પણ સારું થયું છે પરંતુ ટામેટા વેચવાના સમયે ટામેટાના ભાવ નહિ મળતા ખેડૂતો પરેશાન છે ખેડૂતોને હાલ માર્કેટમાં 20 કિલો ઝભલાનો ભાવ માંડ 30 થી 40 રૂપિયા મળી રહ્યો છે જેથી વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નીકળી રહ્યો નથી જેથી ખેડૂતો પરેશાન છે.
તૈયાર થયેલો પાક ખેડૂતો ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જઈ રહયા છે પરંતુ ખેતર થી મોડાસા કે હિંમતનગર સુધી જવા પાછળ થતો ટ્રેક્ટર ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટામેટાના ભાવ ખુબજ ઓછા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, ગયા વર્ષે આજ ટામેટાનો ભાવ 20 થી 25 રૂપિયે કિલો હતા. જે આ વર્ષે 20 કિલો ટામેટા માત્ર 30 થી 40 રૂપિયામાં વેચાઈ રહ્યા છે ત્યારે આ વર્ષે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને નુશણ સહન કરવાનો વારો આવ્યો છે.
ટામેટાનું વાવેતર કરનારા ખેડૂતો
ખેડૂતોએ ખૂબ જ સારો નફો મળશે તેવી આશાએ તેમના ખેતરમાં બે મહિના અગાઉ ટામેટાનું વાવેતર (Tomato production Banaskantha) કર્યું હતું. પરંતુ હવે જ્યારે તૈયાર થયેલા ટમેટાનો પાક માર્કેટમાં વેચવા માટે જાય છે. ત્યારે તે ટામેટા ખરીદવા માટે કોઈ વેપારી તૈયાર નથી. જેથી ખેડૂતોને હવે આ ટામેટા પશુઓને ખવડાવવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે