શિક્ષણ જગત શર્મસાર! વિદ્યાર્થિની શાળાના બીજા માળે પુસ્તકો જમાં કરાવવા ગઈ અને એકલતાનો લાભ લઈ શિક્ષકે...

ગુરુ શિષ્યનો સંબંધ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યાં સુધી બાળક ભણી ઘણીને મોટો ના થાય ત્યાં સુધી પાયાનું ઘડતર શિક્ષકનો મહત્વનો ફાળો રહેલો હોઈ છે. પરંતુ કેટલીક શિક્ષણ જગતને લાંછનરૂપ કિસ્સાઓ સામે આવતા હોય છે.

 શિક્ષણ જગત શર્મસાર! વિદ્યાર્થિની શાળાના બીજા માળે પુસ્તકો જમાં કરાવવા ગઈ અને એકલતાનો લાભ લઈ શિક્ષકે...

સંદીપ વસાવા/માંગરોળ: શિક્ષણ જગત ફરીવાર શર્મસાર થયું છે. ગુરુ સમાન ગણાતા શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા છે. આ ઘટનાની ફરિયાદ બાદ ફરાર લંપટ શિક્ષક પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જુઓ સુરતમાં ક્યાં બની ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ શર્મસાર કરતી ઘટના?

આમ જગતમાં માતાપિતા પછી બાળક માટે બીજું કોઈ સ્થાન હોય તો એ શિક્ષક એવા ગુરુનું છે. માતાપિતા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા હોય છે. પરંતુ શિક્ષકે બાળકમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન કરતા હોય જેથી તે ગુરુ તરીકે પૂંજાય છે. ગુરુ શિષ્યનો સંબંધ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યાં સુધી બાળક ભણી ઘણીને મોટો ના થાય ત્યાં સુધી પાયાનું ઘડતર શિક્ષકનો મહત્વનો ફાળો રહેલો હોઈ છે. પરંતુ કેટલીક શિક્ષણ જગતને લાંછનરૂપ કિસ્સાઓ સામે આવતા હોય છે  ત્યારે માથું શરમથી નીચું થઈ જાય છે. ત્યારે ફરીથી એક લંપટ શિક્ષકની કરતૂટના કારણે શિક્ષણ જગતને લાલછન લાગ્યું છે. ઘટના સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં બનવા પામી છે. 

ગત શુક્રવારના રોજ શાળામાં ફરજ બજાવતા હાર્દિક ચૌધરી નામના શિક્ષકે શાળામાં જ અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાના બીજા માળે પુસ્તકો જમાં કરાવવા ગઈ ત્યારે એકલતાનો લાભ લઈ શિક્ષક હાર્દિક ચૌધરીએ આ કૃત્ય કર્યું હતું.

ભોગ બનનાર વિદ્યાર્થિની દ્વારા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા પરિવારએ પોલીસને જાણ હતી. ભોગ બનનાર વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદને લઈને પોલીસે લંપટ શિક્ષકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને શિક્ષકને ઝડપી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ત્યારે હાલ તો બનેલી ઘટનાને સુરત જિલ્લા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news