શું આપના ઈસુદાન ગઢવીનો ગુજરાતમાં ચાલશે ‘જાદુ’, પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતાં જ...

Isudan Gadhvi: ઈસુદાન ગઢવીએ આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો... સાથે જ 2024 ની ચૂંટણીની તૈયારીઓ વિશે કરી વાત

શું આપના ઈસુદાન ગઢવીનો ગુજરાતમાં ચાલશે ‘જાદુ’, પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતાં જ...

AAP Gujarat ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં ભલે આપની ભૂંડી હાર થઈ છે પણ કોંગ્રેસ કરતાં મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. 5 ધારાસભ્યો જીતવાની સાથે 32 નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબરે રહ્યાં છે. જ્યાં આપને આશા છે કે વધારે મહેનત કરવાની જરૂર છે. આપે ચૂંટણી પહેલાં માહોલ બદલ્યો હતો પણ ટિકિટની વહેંચણીમાં માર ખાઈ જતાં આપના વધુ ધારાસભ્યો વિધાનસભામાં પહોંચી શક્યા નથી. આપ હવે ધીમેધીમે ગુજરાતમાં મજબૂત પગપેસારો કરવા માગે છે. આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ વિધિવધ રીતે ચાર્જ સંભાળ્યો હતો. ભગવાનની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી હતી. ઈસુદાને આ સમયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપે મજબૂત પ્રવેશ કર્યો છે. તમામ કાર્યકારી અધ્યક્ષ સાથે બેઠક કરીશું. આગામી સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવશે અને આગામી 6 મહિના સંગઠન બનાવવામાં ભાર આપવામાં આવશે. 

આપ હવે ગામડામાં મજબૂત બનવા માગે છે એટલે ગામ, તાલુકા અને જિલ્લાની સમિતિઓ બનશે, જે કાર્યકર્તા કામ કરે છે તેની જવાબદારી વધશે. જે નિષ્ક્રિય રહ્યા છે તેમનું લીસ્ટ તૈયાર કરી કાર્યવાહી કરીશું. આપ લોકોની સેવા માટે છે એટલે  પૂર્ણ બહુમતીથી એકવાર ફરી આવીશું. ઈસુદાને આટલેથી ન અટકી આગામી સમયમાં આપની સરકાર બનાવવાનો પણ દાવો કરી દીધો છે. આપ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ લડી શકે છે. આપ પહેલું કામ સંગઠન મજબુત કરવાનું કરી રહી છે. તમામ હોદ્દેદારોએ 15 દિવસે હિસાબ આપવો પડશે. આપના જે 95 ઉમેદવારો કે જે સારી રીતે ચૂંટણી લડ્યા છે. તે તમામ 95 ઉમેદવારોને જિલ્લામાં મોટું સ્થાન આપીને આપનો આગળ વધવાનો પ્લાન છે. 

આ પણ વાંચો : 

કાર્યકારી પ્રમુખો સાથે બેઠક કરશે
ઇસુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે આજે કાર્યકારી પ્રમુખો સાથે બેઠક કરીશું. આ સમયે પક્ષ વિરોધ કામ કરનાર સામે પગલાં લેવાશે. તેમજ જે લોકો નિષ્ક્રિય રહ્યાં છે તેમની સામે પણ કાર્યવાહી થશે. જિલ્લા અને તાલુકાના સંગઠનો મજબૂત કરાશે. તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ફોકસ કરીશું. આપે હવે કોંગ્રેસની જેમ કાર્યકારી પ્રમુખોની નિમણુક કરી છે. જેમાં મોટાભાગના નેતાઓને સાચવી લીધા છે. આપ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી સક્રિય થઈ રહ્યું છે. 

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ફેરફાર
ગુજરાતમાં મફતની રેવડી વેંચતા કેજરીવાલે ગમે તેટલા પ્રયાસો કર્યા પણ 5 ધારાસભ્યો હાલમાં વિધાનસભામાં પહોંચ્યા છે. રાજયમાં નબળા પ્રદર્શનને કારણે આમ આદમી પાર્ટીમાં મોટો ફેરફાર થયો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હવે પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જ્યારે અગાઉ પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહેલા ઈસુદાન ગઢવી હવે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કરવા છતાં પણ પાર્ટીને ફાયદો થયો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news