ઈશરત જહા કેસમાં CBI કોર્ટનો મોટો ચુકાદો, અમીન-વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે.

ઈશરત જહા કેસમાં CBI કોર્ટનો મોટો ચુકાદો, અમીન-વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, બંને સામે 197 મુજબ કાર્યવાહી ન થાય. ત્યારે હેવ ડીજી વણઝારા અને એન.કે અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. 15 હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરાઈ છે.

કોર્ટ બહાર ભારત માતા કી જયના નારા લાગ્યા

આ અધિકારીઓએ 8 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેના બાદ બંનેના પરિવારજનોમાં પણ ખુશીના સમાચાર છવાઈ ગયા હતા. બંની મુક્તિથી કોર્ટ બહાર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.  કોર્ટ બહાર ખુશી વ્યક્ત કરતા એન.કે.અમીને કહ્યું કે, કેટલાય વર્ષોની માનસિક, શારીકરિક, કરિયર, સામાજિક યાતનાઓ સહી છે. પછી કોર્ટે અમેને બાઈજ્જત બલી કર્યા છે. આ ઓર્ડર પેબ્રુઆ 2018માં પાંડે સાહેબના આરોડર પછી થવલો જોઈઓ હતો. એજ ઓર્ડર આજે ફરીથી થયો છે. અમે ખુશ છીએ. 

 રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી. જેથી આજે સીબીઆઈ કોર્ટ દ્વારા બંનેને મુક્ત કર્યાં છે. આગામી દિવસોમાં બંને અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ. આ ચુકાદા બાદ બંને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબી લડત બાદ બંને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.  બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ હતી. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહા નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી. 

ડીજી વણઝારાએ ચુકાદા પહેલા શું કહ્યું...
ઈશરત જહા કેસમાં ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી માટે ડી.જી.વણઝારા પોતાના નિવાસ સ્થાનથી કોર્ટમાં જવા નીકળ્યા હતા. ત્યારે ડી જી વણઝારાએ આજે ચુકાદા અંગે ભગવાન પર સંપૂર્ણ ભરોસો હોવાની વાત કરી અને ભૂતકાળમાં પણ પોઝિટિવ પરિણામ મળ્યા છે અને આગળ પણ પોઝિટિવ પરિણામ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

IshratJahanAhmedaad.JPG

15 જુન, 2004ના રોજ અમદાવાદમાં થયેલ ઈશરત જહા એન્કાઉન્ટરની તસવીર

વિશેષ કોર્ટના ન્યાયાધીશ જે.કે પંડ્યાએ સોમવારે કહ્યું હતું કે, તેઓ 2 મેના રોજ ચુકાદો આપી શકે છે. કોર્ટે આ પહેલા 16 એપ્રિલના રોજ મામલા પર સુનવણી પૂરી કરી હતી અને નિર્ણય માટે સોમવારનો દિવસ નક્કી કર્યો હતો. બંને રિટાયર્ડ પોલીસ અધિકારી ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલાના આરોપી છે. બંનેએ પોતાની વિરુદ્ધ કાર્યવાહી રોકવાની માંગ કરી છે. કારણ કે, રાજ્ય સરકારે સીબીઆઈને તેમની વિરુદ્ધ પ્રોસિક્યુસન ચલાવવાની પરમિશન ન આપવાનો નિર્ણય લીધો છે. જે સીઆરપીસીની ધારા 197 અંતર્ગત જરૂરી છે. જેથી તેમની વિરુદ્ધ મામલાની સુનવણીને બંધ કરી શકાય છે. સીઆરપીસીની ધારા 197 અંતર્ગત સરકારી નોકરીની વિરુદ્ધ કર્તવ્ય નિર્વાહ દરમિયાન કરવામાં આવેલ કાર્યને લઈને કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની પરમિશન લેવી જરૂરી છે. કોર્ટે આ પહેલા આ મામલામાં આરોપ મુક્ત કરવાની અરજીઓને નકારી કાઢી હતી. 

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ : એન.કે.અમીન અને ડીજી વણઝારાની અરજી પર આજે ચુકાદો

ઈશરત જહાની તસવીર

શું છે ઈશરત જહા એન્કાઉન્ટર કેસ...
મુંબઈના મુબ્રાની 19 વર્ષીય ઈશરત જહા, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી, અકબર અને જીશાન જૈાહરને 15 જુન, 2004નું અમદાવાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, આ ચારેય લોકો આતંકવાદી સંબંધિત હતા, અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ષડયંત્રથી ગુજરાતમાં આવ્યા હતા. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને એસઆઈટી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news