કોરોના અસરઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન 31 માર્ચ સુધી બંધ

દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રેલવેએ 31 માર્ચ સુધી તેજસ ટ્રેન સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 
 

કોરોના અસરઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન 31 માર્ચ સુધી બંધ

અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. દેશભરમાં મોલ, શાળા, કોલેજ, સિનેમાહોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો હવે રેલવેએ તેજસ એક્સપ્રેસ ટ્રેન સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન સેવા 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવ્યો છે. 

તેજસ ટ્રેન સેવા રહેશે બંધ
ભારતીય રેલવે દ્વારા તેજસ ટ્રેન સેવા 19 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ અને લખનઉ-નવી દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેન સેવા બંધ રહેશે. આ સાથે વારાસણી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી પણ 31 માર્ચ સુધી રહેશે બંધ. 

દેશભરમાં આ અન્ય 23 ટ્રેન સેવા પણ રદ્દ
દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભારતીય રેલવેએ પણ 17 માર્ચે 23 ટ્રેન સેવા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. 

ટ્રેન નંબર ટ્રેનનું નામ રદ્દ થવાની તારિખ
11007 મુંબઇ-પુણે ડેક્કન એક્સપ્રેસ 19 માર્ચ - 31 માર્ચ
11008 પુણે-મુંબઇ ડેક્કન એક્સપ્રેસ 18 માર્ચ - 30 માર્ચ
11201 લોકમાન્ય તિલક ટર્મિનલ-અજની એક્સપ્રેસ 23 માર્ચ - 30 માર્ચ
11202 અજની-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ 20 માર્ચ - 27 માર્ચ
11205 લોકમાન્ય તિલક ટર્મિનલ-નિઝામાબાદ એક્સપ્રેસ 21 માર્ચ - 28 માર્ચ
11206 નિઝમાબાદ-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ 22 માર્ચ - 29 માર્ચ
22135/2136 નાગપુર-રીવ એક્સપ્રેસ 25 માર્ચ
11401 મુંબઇ-નાગપુર નંદીગ્રામ એક્સપ્રેસ 23 માર્ચ - 1 એપ્રિલ
11402 નાગપુર-મુંબઇ નંદીગ્રામ એક્સપ્રેસ 22 માર્ચ - 31 માર્ચ
11417 પુણે-નાગપુર એક્સપ્રેસ 26 માર્ચ - 2 એપ્રિલ
11418 નાગપુર-પુણે એક્સપ્રેસ 26 માર્ચ - 2 એપ્રિલ
22139 પુણે-અજની એક્સપ્રેસ 21 માર્ચ - 28 માર્ચ
22140 અજની-પુણે એક્સપ્રેસ 22 માર્ચ - 29 માર્ચ
12117/2118 લોકમાન્ય તિલક ટર્મિનલ-મનમંદ એક્સપ્રેસ 18 માર્ચ - 31 માર્ચ
12125 મુંબઇ-પુણે પ્રગતિ એક્સપ્રેસ 18 માર્ચ - 31 માર્ચ
22126 પુણે-મુંબઇ પ્રગતિ એક્સપ્રેસ 19 માર્ચ - 1 એપ્રિલ
22111 ભુસાવલ-નાગપુર એક્સપ્રેસ 18 માર્ચ - 29 માર્ચ
22112 નાગપુર-ભુસાવલ એક્સપ્રેસ 19 માર્ચ - 30 માર્ચ
11307/11308 કલબુર્ગી-સિકંદરાબાદ એક્સપ્રેસ 18 માર્ચ - 31 માર્ચ
12262 હાવડા-મુંબઇ દુરંટો એક્સપ્રેસ 24 માર્ચ - 31 માર્ચ
12261 મુંબઇ-હાવડા દુરંટો એક્સપ્રેસ 25 માર્ચ - 1 એપ્રિલ
22221 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ - નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ 20, 23, 27 અને 30 માર્ચ
22222 નિઝામુદ્દીન-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રાજધાની એક્સપ્રેસ 21, 24, 26 અને 31 માર્ચ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news