સાવ સસ્તામાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ફરવાની આ તક ગુમાવતા નહિ, IRCTC ફરી લાવ્યું નવું પેકેજ


IRCTC Gujarat Tour Package : જો તમે ફ્લાઈટ ફરીને ગુજરાતના મંદિરોના દર્શન કરવા માંગતા હોવ તો આઈઆરસીટીસી આલાગ્રાન્ડ ટુર પેકેજ લઈને આવ્યું છે
 

સાવ સસ્તામાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ફરવાની આ તક ગુમાવતા નહિ, IRCTC ફરી લાવ્યું નવું પેકેજ

Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ફરવા માટે નવા પેકેજની જાહેરાત કરી છે.  તમે આ ડિસેમ્બર મહિનામાં સસ્તામા ગુજરાતના મંદિરોના દર્શન કરી શકો છો. જો તમે ડિસેમ્બરની ફુલગુલાબી ઠંડીમાં ગુજરાત ફરવા માંગો છો આ ઓફર તમારા માટે બેસ્ટ છે. 

IRCTC ના આ ટુર પેકેજનું નામ છે Divine Gujarat With Somnath And Dwarka Ex Kochi (SEA17) . આ એર ટુર પેકેજ 7 દિવસ અને 8 રાતનું છે. આ એર ટુર પેકેજમાં તમે અમદાવાદની સાથે ભાવનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ ફરી શકશો. સાથે જ આ તમામ જગ્યાઓ પર આવેલા મંદિરોના દર્શન કરવાની તક મળશે. IRCTC નું આ એર ટુર પેકેજ આ મહિનાની 13 તારીખ એટલે કે 13 ડિસેમ્બરથી કોચ્ચીથી શરૂ થશે.

ટુર પેકેજમાં શું શું મળશે
આ ટુર પેકેજમાં ટ્રાવેલિંગ મોડ ફ્લાઈટનો રહેશે. કોચ્ચીથી અમદાવાદ આવવું-જવાનું ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં થશે. મીલ પ્લાનની વાત કરીએ તો, આ એર ટુર પેકેજમાં તમને 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર મળશે. આ ટુર પેકેજમાં તમને 3 રાત અમદાવાદ, 2 રાત દ્વારકા અને એક રાત ભાવનગર અને એક રાત સોમનાથમાં રહેવાનો મોકો મળશે. ટુર પેકેજ દરમિયાન તમે IRCTC ટુર એસ્કોર્ટની પણ સેવા લઈ શકો છો. 

કેટલો ચાર્જ થશે 
જો આ એર ટુર પેકેજના રૂપિયાની વાત કરીએ તો, સિંગલ બુક કરાવવા પર તમને 59650 રૂપિયા આપવાના રહેશે. પરંતુ ડબ શેરિંગમાં 47450 રૂપિયા અને ટ્રિપલ શેરિંગમા 45900 રૂપિયા ખર્ચ થશે. 

આ ઉપરાંત 5 વર્ષથી 11 વર્ષના બાળકના બેડ લેવા પર 42671 રૂપિયા ચાર્જ થશે. 5 વર્ષથી 11 વર્ષના બાળકનું બેડ ન લેવા પર 38850 રૂપિયા ચાર્જ થશે. તેમજ 2 વર્ષથી 4 વર્ષના બાળકના બેડ ન લેવા પર 31110 રૂપિયા આપવાના રહેશે. જો તમે આ ટુર પેકેજમાં જવા માંગતા હોવ તો IRCTC ની ઓફિશિયલ વેબસાઈટ પર સંપર્ક કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news