Big Breaking: ઈરાનમાં અપહરણ કરાયેલા પટેલ દંપત્તિનો ગણતરીના કલાકોમાં છૂટકારો, જાણો કઈ રીતે શક્ય બન્યું

 Kidnapped Patel Couple Released in Iran: એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. પછી આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા. પરંતુ હવે આ સમગ્ર મામલે એક મોટા અપડેટ આવ્યા છે. ઇરાનનામા ગોંધી રખાયેલા ગુજરાતી દંપતિને ૨૪ કલાકમાં ભારત પરત લાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. 

Big Breaking: ઈરાનમાં અપહરણ કરાયેલા પટેલ દંપત્તિનો ગણતરીના કલાકોમાં છૂટકારો, જાણો કઈ રીતે શક્ય બન્યું

Ahmedabad Patel Couple Released in Iran: (હિતલ પારેખ, ગાંધીનગર): અમેરિકા જવાના ખ્વાબ જોનારા અનેક લોકોને મોત મળ્યું છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓ ખોટો રસ્તો અપનાવે છે, જેથી તેઓ મોતના મુખમાં ધકેલાય છે. છેલ્લાં કેટલાય સમયથી એજન્ટના સહારે અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરનારા અકાળે મોતને ભેટ્યા છે. પરંતુ અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો જેને જોઈને ભલભલા કઠણ કાળજાની વ્યક્તિના હાજા ગગડી ગયા.  એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. પછી આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા. પરંતુ હવે આ સમગ્ર મામલે એક મોટા અપડેટ આવ્યા છે. ઇરાનનામા ગોંધી રખાયેલા ગુજરાતી દંપતિને ૨૪ કલાકમાં ભારત પરત લાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. 

બબ્બે રાતના ઉજાગરા વેઠીને છોડાવ્યા

મળતી લેટેસ્ટ માહિતી મુજબ એક વોટ્સમેસેજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગયો અને 24 કલાકની અંદર જ છેક તહેરાનમા અપહરણકર્તાઓને ત્યાં ફસાયેલા પંકજ અને બહેન નિશા પટેલને છોડાવી દીધા. આ માહિતી પરિવારના જ એક સભ્યએ આપી છે. પરિવાર તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પુત્રવધુ નિશા અને પુત્ર પંકજને ઈરાનના તહેરાનમાં ગોધી રાખી, ખંડણી માંગ્યાની જાણ રવિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ વોટ્સએપ મેસેજથી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. તે વખતે તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમા હતા. છતાંય રવિવારની રાતથી સોમવારે રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOLનો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાન માં ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી. 

Image

પરિવારના જણાવ્યાં મુજબ હવે આ સઘળા પ્રયત્નોથી ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યા છે. અને તેઓ સ્વદેશ આવવા રવાના થયા છે.  માત્ર ૨૪ કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનો પરિવારે આભાર પણ માન્યો છે. આ સાથે પરિવારે સ્પષ્ટપણે એવું પણ કહ્યું કે અમારી સાથે થયુ તેવુ કોઇની સાથે ન થાય. કોઇ બે નંબરમા, એજન્ટના દોરવાયા વિદેશ ન જાય. આ રસ્તો ખોટો છે.

શું હતો મામલો?
અત્રે જણાવવાનું કે અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. તેમનો એક એવો વીડિયો વાયરલ થઈ ગયો કે લોકો થથરી ગયા. એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા હતા. 

અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, યુએસએ જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ

યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી 
જે યુવકનો વીડિયો સામે આવ્યો, તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોય તેવું લાગે છે. 

યુવકના શરીર પર બ્લેડ મારેલો વીડિયો
યુવક પંકજ પટેલનો જે વીડિયો સામે આવ્યો તેમાં તેને બાથરૂમમાં ઊંધો સૂવડાવાયો છે. તેના પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તેની આખી પીઠ લોહીથી ખરડાઈ ગયેલી છે. દર્દથી કણસતો યુવક રીતસરનો કરગરી રહ્યો છે. તે આજીજી કરી રહ્યો છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. 

પરિવારને મોકલાયો વીડિયો
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયા છે. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી છે. જોકે, જાણવા મળ્યુ છે કે, ગાંધીનગરમાં એક એજન્ટ દ્વારા અમેરિકા મોકલવાનું નક્કી થયુ હતું. પરંતુ રૂપિયા ન પહોંચતા પતિ પત્નીને અમેરિકાની જગ્યાએ ઈરાન લઈ જવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news