Raksha Bandhan: ઇકબાલભાઇની રાખડીઓ જોઇને PM પણ થઇ ચૂક્યા છે આકર્ષિત
કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેસન પણ જરૂરથી કરાવે તે માટેના સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે. કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ ભરી રાખડીઓ પણ ઇકબાલભાઇ દ્વારા બનાવવામાં આવી છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન (Raksha Bandhan) એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન પણ ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇના જીવનના ડગલે અને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતીની સાથે સફળતાની મનોકામનાની પ્રાર્થના કરે છે. કોરોનાકાળ (Coronavirus) માં રક્ષાબંધન (Raksha Bandhan) ના પવિત્ર પર્વે કોઇ પણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ ઝંખના રાખતી હોય તે સ્વભાવિક છે. ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇ કોરોનાથી સુરક્ષિત રહે બહેનને પણ કોરોના (Corona) નામનો રાક્ષસ હાનિ ન પહોંચાડે તે માટે ભાઇ-બહેન પરસ્પર એક બીજા માટે આ પર્વના દિવસે પ્રાર્થના પણ કરશે.
દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધન (Raksha Bandhan) નું પર્વ ઉજવે છે ત્યારે આ તહેવારના માધ્યમથી પણ લોકોમાં કોરોના સામેની સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદ (Ahmedabad) ના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.
'દયા ભાભી' એ પહેર્યો નાનકડો સ્કર્ટ- બિકિની ટોપમાં લગાવ્યા ઠુમકા, ફેન્સે કહ્યું 'ટપ્પૂની મમ્મી બગડી ગઇ'
ઈકબાલભાઇ કહે છે કે “રાજ્યભર અને દેશભરમાં રક્ષાબંધન (Raksha Bandhan) ના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષા બંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડી (Rakhi) ઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે. બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડ-ભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વ રક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરી છે.
આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની
કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેસન પણ જરૂરથી કરાવે તે માટેના સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે. કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ ભરી રાખડીઓ પણ ઇકબાલભાઇ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો,કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર સંદેશા આપતી રાખડીઓનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય કે, અમદાવાદ (Ahmedabad) શહેરના રખીયાલમાં વસતા ઇકબાલભાઇની આ કળાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) , ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો આકર્ષિત થયા છે. અને ઇકબાલભાઇની કળાની નોંધ પણ લીધી છે તેની સરાહના કરી છે.
જનજાગૃતિનો વિચાર બીજ કંઇ રીતે પાક્યો ?
ઇકબાલભાઇના પિતા જ્યારે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં પિતાની સારવાર ચાલી રહી હતી. એક દિવસ સારવાર વેળાએ કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા. ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજ ઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચારબીજ રોપ્યો. બસ ત્યાર થી ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર (Cancer) સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે