IPS જય વીરુની જોડી ગુજરાતના ગબ્બર પર પડી રહ્યા છે ભારી, આ કાર્ટુન થઇ રહ્યું છે વાયરલ

રાજ્યના નેતાઓ અને કેટલાક અધિકારીઓનાં કાર્ટૂન તો તમે વાયરલ થતા ખુબ જ જોયા હશે. જો કે આ તમામ મોટે ભાગે નેટેગિવ જ હોય છે. મોટે ભાગે પોલીસ અને પોલીસ અધિકારીઓની છબી લોકોનાં મગજમાં ખુબ જ વિપરિત જ હોય છે, પરંતુ હાલમાં રાજ્યના બે IPS અધિકારીઓના કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ખુબ જ પોઝિટિવ અર્થમાં આ અધિકારીનાં કાર્ટુન વાયરલ થઇ રહ્યા છે. રાજ્યનાં બે આઇપીએસ અધિકારીઓનાં સકારાત્મક કાર્ટુનમાં બંન્નેને ફિલ્મ શોલેના જય વિરૂ દર્શાવવામાં આવ્યા છે. જે ગુજરાતના ગબ્બરો પર ભારે પડી રહ્યા છે.

IPS જય વીરુની જોડી ગુજરાતના ગબ્બર પર પડી રહ્યા છે ભારી, આ કાર્ટુન થઇ રહ્યું છે વાયરલ

ઉદય રંજન/અમદાવાદ : રાજ્યના નેતાઓ અને કેટલાક અધિકારીઓનાં કાર્ટૂન તો તમે વાયરલ થતા ખુબ જ જોયા હશે. જો કે આ તમામ મોટે ભાગે નેટેગિવ જ હોય છે. મોટે ભાગે પોલીસ અને પોલીસ અધિકારીઓની છબી લોકોનાં મગજમાં ખુબ જ વિપરિત જ હોય છે, પરંતુ હાલમાં રાજ્યના બે IPS અધિકારીઓના કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ખુબ જ પોઝિટિવ અર્થમાં આ અધિકારીનાં કાર્ટુન વાયરલ થઇ રહ્યા છે. રાજ્યનાં બે આઇપીએસ અધિકારીઓનાં સકારાત્મક કાર્ટુનમાં બંન્નેને ફિલ્મ શોલેના જય વિરૂ દર્શાવવામાં આવ્યા છે. જે ગુજરાતના ગબ્બરો પર ભારે પડી રહ્યા છે.

ATS (ગુજરાતની એન્ટિટેરરિસ્ટ સ્કવોર્ડ) ના DIG હિમાંશુ શુક્લા અને જામનગરના DSP દીપન ભદ્રનનું કાર્ટૂન સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ કાર્ટુનમાં લખવામાં આવ્યું છે કે, આ બંન્ને ક્રિમિનલને શોધી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને પોતાનાં ગુનેગારો પ્રત્યેના કડક મિજાજના કારણે પ્રખ્યાત છે. આ ઉપરાંત પોતાની આગવી કાર્યશૈલીનાં કારણે પણ ખુબ જ પ્રખ્યાત છે. જે પ્રકારે ફિલ્મોમાં દેખાડવામાં આવે તેવા દબંગ ઓફીસરની છાપ ધરાવે છે. સામે કોઇ મોટો ગુંડો હોય તેને પોતાની દબંગ સ્ટાઇલથી ન માત્ર ઝડપી લે છે પરંતુ તેને કડકમાં કડક સજા થાય તે માટે પણ પોતાની તમામ શક્તિ કામે લગાડે છે. બંન્નેની એટલી ધાક છે કે, કેટલાક તો માત્ર નામ થી જ ગભરાય જાય છે. બંન્ને અધિકારીઓની કારકિર્દીની વાત કરીએ તો...

હિમાંશુ શુક્લા : ગુજરાત ATS DIG
* હિમાંશુ શુક્લા 2005 બેચના આઈપીએસ અધિકારી છે. 
* 2008 ના બોમ્બ બ્લાસ્ટ કેસને ઉકેલવામાં ચાવીરૂપ કામગીરી નિભાવી. 
* અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ડીસીપી તરીકે 4  વર્ષ સુધી ફરજ બજાવી અનેક મહત્વનાં વણઉકેલ્યા અને ખુબ જ પડકારજનક કેસ પણ ઉકેલ્યા
* અમદાવાદના મુખ્ય અને મહત્વ ડિટેક્શન કરવામાં આવ્યા.
* હાલ ATS ના DIG તરીકે ફરજ બજાવે છે. 
* ગુજરાતના મોટા ભાગના મહત્વના ડિટેક્શન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ સંમેલીત હોય છે
* હિમાંશુ શુક્લા પોતાની કાર્યશેલી અને કુશળતાથી પોલીસ વિભાગમા પ્રખ્યાત અને ગુનેગારો વચ્ચે કુખ્યાત છે.
* હિમાંશુ શુકલા સ્વભાવે શાંત અને દરેક અધિકારીને સાથે રાખી કામકારવાનો અભિગમ ધરાવે છે
* હિમાંશુ શુકલા કાયદાના ખુબજ જાણકાર છે, ગુનેગારો તો નામ માત્રથી જ ડરી જાય છે 
* મુંબઇ બ્લાસ્ટ , અક્ષરધામ કાંડ , આતંકીઓ , ડ્રગ્સ જેવા અનેક મહત્વના અને પોલીસ માટે પડકારજનક બન્યા હોય તેવા મોટા કેસ ઉકેલી ચુક્યા છે. 
* સિરિયલ કિલિંગ, વિશાલ ગોસ્વામી ગેંગ જેવા અનેક કેસ જેવા અનેક ગુના ડિટેકટ કર્યા
* કોઇ પણ ગેંગ કે કાર્ટલને તોડી પાડવામાં તેમની માસ્ટરી માનવામાં આવે છે. 
* તેઓ ડાળળીઓનાં બદલે સીધો મુળ પર પ્રહાર કરવા માટે જાણીતા છે.
* કમલેશ તિવારી હત્યાકાંડમાં આરોપીઓને માત્ર મીઠાઇના બોક્ષના આધારે સુરતથી ઝડપી લીધા હતા
* ભરૂચમાં બે હિન્દુ નેતાઓની હત્યાનાં કેસમાં આરોપીઓને ઝડપી લીધા હતા.


(હિમાંશુ શુક્લા)

દીપન ભદ્રન: જામનગર DSP
* દીપન ભદ્રન 2007 બેચ ના આઇપીએસ અધિકારી છે. 
* દીપન ભદ્રન રાજ્યના અનેક જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે
* અમદાવાદ ક્રાઇમ બ્રાંચમા સૌથી વધુ સમય ફરજ પર રહેનાર પહેલા આઇપીએસ અધિકારી છે
* તાજેતરમાં જ વિશેષ કામગીરીની જબદારી સાથે જામનગર એસીપી તરીકે પોસ્ટિંગ અપાયું છે.
* દીપન ભદ્રને પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં થયેલ ગંભીર ગુનાઓ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
* વર્ષો જૂનું સજની હત્યા કેસ કે જે પોલીસ માટે એક કોયડો બની ગયો હતો તે ડિટેકટ કર્યો 
* વડોદરા ગેગરેપ કેસ, સુરત બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ, ગોસ્વામી ગેંગ સહિતના અનેક ગુનાહિત કેસ ઉકેલ્યા
* વકીલ કીરીટ જોશીની જામનગરમાં હત્યા કેસનો ભેદ પણ ઉકેલ્યો છે. 
* હાલ સરકાર માટે માથાનો દુખાવો બનેલા ભુમાફીયાઓને નાથવા માટે સરકાર દ્વારા જામનગર મોકલાયા છે.


(દીપન ભદ્રન)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news