ગુજરાતમાં વરિષ્ઠ IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો, જુઓ કોની ક્યાં થઇ બદલી

ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી સાથે બઢતી આપવામાં આવી છે. વર્ષ 1991 ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી સમશેરસિંહની બદલી કરવામાં આવી છે. તેઓ અગાઉ એડિશનલ DGP તરીકે ટેક્નિકલ સર્વિસ અને સ્ટેટ ક્રાઇમરેક્રોર્ડ બ્યુરોનો ચાર્જ સંભાળી રહ્યા હતા. જો કે હવે તેમની નિમણુંક વડોદરાના કમિશ્નર તરીકે કરવામાં આવી છે. તેઓ અગાઉ આર્મ્સ યુનિટ અને એન્ટિકરપ્શન બ્યુરોમાં પણ એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

ગુજરાતમાં વરિષ્ઠ IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો, જુઓ કોની ક્યાં થઇ બદલી

મૌલિક ધામેચા/ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી સાથે બઢતી આપવામાં આવી છે. વર્ષ 1991 ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી સમશેરસિંહની બદલી કરવામાં આવી છે. તેઓ અગાઉ એડિશનલ DGP તરીકે ટેક્નિકલ સર્વિસ અને સ્ટેટ ક્રાઇમરેક્રોર્ડ બ્યુરોનો ચાર્જ સંભાળી રહ્યા હતા. જો કે હવે તેમની નિમણુંક વડોદરાના કમિશ્નર તરીકે કરવામાં આવી છે. તેઓ અગાઉ આર્મ્સ યુનિટ અને એન્ટિકરપ્શન બ્યુરોમાં પણ એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

કોરોનાથી ગભરાયેલો વિદ્યાર્થીએ બહાર નિકળવાનું બંધ કર્યું, વેક્સિન નહી આવતા આત્મહત્યા કરી
 
જ્યારે વર્ષ 1995 બેચના આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવને ડેપ્યુટેશન પરથી પરત આવ્યા બાદ બઢતી આપીને આર્મ્સ યુનિટનો હવાલો સોંપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ કેન્દ્રમાંથી ડેપ્યુટેશન પરથી પરત ફર્યા બાદ પોસ્ટિંગ માટે રાહ જોઇ રહ્યા હતા. જેથી પ્રફુલા કુમારી રોશન પાસેનો આર્મ્સ યુનિટનો વધારા ચાર્જ હતો જેમાંથી તેમને મુક્તિ આપીને આ જવાબદારી રાજુ ભાર્ગવને સોંપવામાં આવી છે.

વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા આર.બી બ્રહ્મભટ્ટને ઇન્કવાયરીનાં એડીજીપીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત હ્યુમનરાઇટના એડીજીપી પણ બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્કવાયરીના એડીજીપીનો વધારાનો હવાલો બ્રિજેશ કુમાર ઝા સંભાળી રહ્યા હતા જ્યારે હ્યુમરાઇટના એડીજીપીનો હવાલો વિનોદ કુમાર મલ્લ પાસે હતો. હવે આ બંન્ને અધિકારીઓને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news