IPL 2023: IPL Final પહેલાં ગુજરાત પોલીસે આપી કડક ચેતવણી, આ ગુનાની ચૂકવવી પડશે આકરી કિંમત
IPL 2023: IPL 2023 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ગુજરાત પોલીસે નોટિસ જારી કરીને કડક સૂચના આપી છે.
Trending Photos
IPL Final 2023, GT vs CSK: લગભગ બે મહિના સુધી ચાલેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 હવે તેના અંત તરફ છે. IPL 2023ની વિજેતા ટીમ અંગે 28 મેના રોજ ફેંસલો થઈ જશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચ પહેલાં ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ગુના માટે કડક સૂચના પણ આપી છે.
અમદાવાદ પોલીસની કડક ચેતવણી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPL 2023ની ફાઈનલ મેચ પહેલાં અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. હકીકતમાં, અમદાવાદ પોલીસે ટિકિટના કાળાબજાર અંગે ચેતવણી આપતી નોટિસ જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમતે ટિકિટ વેચશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રમાતી IPL મેચમાં ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરતા કેટલાક લોકો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે, જે બાદ હવે પોલીસે મોટી કાર્યવાહી કરતા આ નોટિસ ફટકારી છે. આ નોટિસ 28 મે સુધી લાગુ રહેશે.
એક વ્યક્તિ માત્ર આટલી ટિકિટો જ ખરીદી શકશે
અમદાવાદ પોલીસે એમ પણ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ 3 થી વધુ ટિકિટ ખરીદી શકશે નહીં. તમને જણાવી દઈએ કે IPLની વચ્ચે ઘણી ટિકિટોના બ્લેક માર્કેટિંગને લઈને ઘણા સમાચાર સામે આવ્યા હતા. ફાઈનલ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, પૈસાની ચિંતા કર્યા વિના, ઘણા ચાહકો કોઈપણ કિંમતે ટિકિટ ખરીદવા માટે તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિમાં કાળાબજાર કરનારાઓની મજા પડી જાય છે. જો કે, આ મોટી મેચ પહેલા અમદાવાદ પોલીસે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થશે
IPL 2023ની ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને એમએસ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે. વર્તમાન સિઝનમાં બંને ટીમો બે વખત આમને-સામને આવી ચુકી છે. લીગ મેચમાં ગુજરાતે ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું હતું જ્યારે પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે બંને ટીમો 28 મેના રોજ ટાઈટલ મેચ માટે ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે