IPL ની આગામી સીઝનમાં અમદાવાદની ટીમ જોવા મળી શકે છે, BCCI એ નવા શહેરો શોર્ટલિસ્ટ કર્યાં

તાજેતરમાં જ IPL ની સીઝન રમાઈ. આઈપીએલ (IPL) માં દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નાઈની ટીમ છે. આમ આઈપીએલમાં કુલ મળીને 8 ટીમ છે. ત્યારે હવે તેમાં ગુજરાતની ટીમ પણ સામેલ થઈ શકે છે. IPLની આવતી સિઝનમાં અમદાવાદ (Ahmedabad) ની ટીમ જોવા મળી શકે છે. IPL સીઝન-15 માં 8 ના બદલે 10 ટીમો વચ્ચે જંગ જામી શકે. 
IPL ની આગામી સીઝનમાં અમદાવાદની ટીમ જોવા મળી શકે છે, BCCI એ નવા શહેરો શોર્ટલિસ્ટ કર્યાં

અતુલ તિવારી/અમદાવાદ :તાજેતરમાં જ IPL ની સીઝન રમાઈ. આઈપીએલ (IPL) માં દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નાઈની ટીમ છે. આમ આઈપીએલમાં કુલ મળીને 8 ટીમ છે. ત્યારે હવે તેમાં ગુજરાતની ટીમ પણ સામેલ થઈ શકે છે. IPLની આવતી સિઝનમાં અમદાવાદ (Ahmedabad) ની ટીમ જોવા મળી શકે છે. IPL સીઝન-15 માં 8 ના બદલે 10 ટીમો વચ્ચે જંગ જામી શકે. 

કયા શહેરોનું નામ શોર્ટલિસ્ટ કરાયું
આગામી IPL સીઝન-15 માં બે નવી ટીમ તરીકે અમદાવાદ, લખનઉનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. અમદાવાદ અને લખનઉની બે નવી ટીમ આવતાની સાથે જ IPL 2022 માટે ખેલાડીઓનું ઑક્શન થશે. BCCI એ બે નવી ટિમો માટે કેટલાક શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. આ શહેરોમાં અમદાવાદ, કટક, ગુવાહાટી, લખનઉ, ઇન્દોર, પુણે, રાંચી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે. 

અમદાવાદની ટીમ આઈપીએલમાં આવે તો વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ બની રહેશે. હાલ મળતી ખબરો મુજબ, દેશની 20 થી વધુ કંપનીઓ IPL ની ટીમ મેળવવાના રેસમાં છે. નવી ટીમ માટે બેઝ પ્રાઈઝ 2000 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. બે નવી ટીમ આવવાથી કરોડો રૂપિયાની આવકની BCCIને આશા જાગી છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2011 માં પણ 10 ટીમોએ IPLમાં ભાગ લીધો હતો. વર્ષ 2012 અને વર્ષ 2013માં પણ 9 ટીમોએ IPLમાં હિસ્સો લીધો હતો. વર્ષ 2014 થી અત્યાર સુધી 8 ટીમો વચ્ચે રમાતી રહી છે, જે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news