રાજકોટમાં બેઠા બેઠા અમેરિકનોના ખીસ્સામાંથી ડોલર સેરવી લેતા ભેજાબાજો ઝડપાયા, મોડસ ઓપરેન્ડી જોઇ આંખો થઇ જશે પહોંળી

રાજકોટમાં બેઠા બેઠા અમેરિકનોના ખીસ્સામાંથી ડોલર સેરવી લેતા ભેજાબાજો ઝડપાયા, મોડસ ઓપરેન્ડી જોઇ આંખો થઇ જશે પહોંળી

- સૌરાષ્ટ્રના સૌથી મોટા કોલસેન્ટરનો પર્દાફાશ
- રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યું કોલસેન્ટર
- 3 સગીર સહિત 9 આરોપીને પકડી મુખ્ય સૂત્રધારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા
- આરોપીઓ મોટા ભાગે અમેરિકન લોકો સાથે ફ્રોડ કરતા હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે

રાજકોટ:  સૌરાષ્ટ્રના સૌથી મોટા કોલ સેન્ટરનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આલ્ફા પ્લસ નામના બિલ્ડીંગમાં છેલ્લા કેટલાક સમયથી કોલ સેન્ટર ચાલતું હોવાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જે આધારે રેડ કરતા 3 સગીર સહિત 9 આરોપીને પકડી પાડી મુખ્ય સૂત્રધાર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.. એવો જોઈએ કોણ છે એ ટોળકી અને કેવી રીતે કરતા હતા લોકો સાથે ફ્રોડ? 

રાજકોટ શહેર પોલીસ ઝાપતામાં રહેલ આ શખ્સોને ધ્યાનથી જોતા આ શખ્સો છેલ્લા કેટલાક સમયથી કોલ સેન્ટર ચલાવી વિદેશી લોકો સાથે કરતા હતા ફ્રોડ. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અગાઉ પણ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરો પકડાઇ ચૂક્યા છે, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રના અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટરને ચલાવતી ગેંગ ઝડપી પાડી છે. રાજકોટ ના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ આલ્ફા પલ્સ બિલ્ડીંગમાં આ શખ્સો કોલસેન્ટર ચલાવતા હતા. જેની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે રેડ કરતા પોલીસે આ ગેંગના 3 સગીર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી ગેંગના મુખ્ય સૂત્રધાર દેવેન્દ્ર ઉર્ફે નેનોની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત પોલીસે આરોપી પાસેથી 3 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં પોલીસ પકડથી દૂર આરોપી દેવેન્દ્ર અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર અને ડેટા મેળવી ધીરેન ઉર્ફે ચીકુને આપતો હતો. ધીરેન ઓફિસના લેપટોપમાંથી એક સાથે પાંચ થી છ હજાર લોકોને વોઇસ મેઈલ કરતો હતો. જેમાં મેસેજ હતો કે "આ નંબર ઉપર તમે ગેરકાયદેસર કામ કરતા હોય જેથી તમારો સોશ્યલ સિક્યુરિટી નંબર રદ થશે અને લોકલ પોલીસે અમને આ ઇન્ફોર્મેશન આપેલ છે. તમારા ઉપર કેસ થશે જો કેસ ન કરવો હોય તો વધુ વિગત માટે એક નંબર દબાવો" નંબર દબાવતા સાથે જ તેનો ફોન એક સોફ્ટવેરના માધ્યમથી સીધો પકડાયેલા આરોપીને ટ્રાન્સફર પણ થતો હતો. ત્યારબાદ આ લોકો અમેરિકન નાગરિકને તેમનું સોશ્યલ સિક્યુરિટી નંબર બ્લોક કરવાનું તેમજ રેસ્ટોરન્ટ નીકળવાની અને જેલની સજા કરવાની ધમકી આપતા હતા. આ રીતે અમેરિકન નાગરિકો પાસે અલગ-અલગ વાઉચર માં પૈસા નખાવી પૈસા ટ્રાન્સફર કરતા હતા.

હાલતો પોલીસે કૉલસેન્ટર પર રેડ કરી 9 આરોપીની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, સાથે જ આરોપીઓ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ અને અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા કેટલી રકમનો છેતરપિંડી કરવામાં આવી છે તમામ દિશા તરફ વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news