ઇન્ટરનેશન કોલ સેન્ટરનો પર્દાફાશ, આરોપી માત્ર 7 ચોપડી ભણી કમાતો લાખો રૂપિયા

ગાંધીનગરનાં રાયસણમાંથી ઇન્ટરનેશનલ કૉલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરનાં રાયસણમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું હતું.

ઇન્ટરનેશન કોલ સેન્ટરનો પર્દાફાશ, આરોપી માત્ર 7 ચોપડી ભણી કમાતો લાખો રૂપિયા

ગાંધીનગર: ગાંધીનગરનાં રાયસણમાંથી ઇન્ટરનેશનલ કૉલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરનાં રાયસણમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું હતું. આ વિસ્તારમાં આવેલા રોયલ બંગલોઝમાંથી SOGની ટીમે કોલ સેન્ટર ઝડપ્યું હતુ. દિયા ઇન્ફોટેક IT સોલ્યુશન નામનું બોર્ડ મારીને અંદર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલાવામાં આવતું હતું. 

આ કોલ સેન્ટરમાં કામ કરતા લોકો વિદેશીઓ સાથે કોલ સેન્ટર ઠગાઇ કરતા હોવાનું બહાર આવ્યું છે. કોલ સેન્ટરનો માલિક એટલે કે મુખ્ય આરોપી માત્ર 7 પાસ હોવાની વાત સામે આવી હતી. પરંતુ 7 પાસ હોવા છતા પણ ઇગ્લીશ સારૂ બોલી શકતા હોવાથી વિદેશીઓને ફોન કરીને તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. હાલ તો પોલીસે આ આરોપીને ધરપકડ કરી લીધી છે. 

આ લોકો દ્વારા વિદેશીઓને ફોન કરીને લોન માટે ડોકયુમેન્ટ મંગાવતા આવતા હતા. ગાંધીનગર પાસે આવેલા રાયસણમાં આશિષ પટેલ પાસેથી મકાન ભાડે લીધુ હોવાનો ખુલાસો પણ સામે આવ્યો હતો. પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ, મેજીક જેક સહિત રૂ.2.60 લાખનો મુદ્દામાલ ઝડપી તપાસ આદરી હતી. આ કેસમાં હજી પણ વધુ આરોપીઓ પકડાય તેવી આશંકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news