સૌરાષ્ટ્રવાસીઓ આનંદો! રાજકોટમાં મુસાફરો માટે આ તારીખથી ખુલી જશે ઇન્ટરનેશનલ એરપોર્ટ, જાહેર કરી નોટિસ

Hirasar Greenfield Airport: 10 સપ્ટેમ્બરે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર આવી શકે છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે

સૌરાષ્ટ્રવાસીઓ આનંદો! રાજકોટમાં મુસાફરો માટે આ તારીખથી ખુલી જશે ઇન્ટરનેશનલ એરપોર્ટ, જાહેર કરી નોટિસ

Hirasar Greenfield Airport: રંગીલા રાજકોટવાસીઓ માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને હવે ટૂંક સમયમાં હવાઇ મુસાફરી માટેનો આનંદ મળી શકે છે. રાજકોટમાં આવેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો હવાઇ મુસાફરી માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

9 સપ્ટેમ્બરથી રાજકોટ શહેરનું એરપોર્ટ બંધ થશે. 10 સપ્ટેમ્બરથી રાજકોટ ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ થશે. તમામ ફ્લાઈટનું ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલન થશે. રાજકોટથી નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ 30 કિ.મી દૂર આવેલું છે. આ વિશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોટી જાહેરાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે, 10 સપ્ટેમ્બરે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર આવી શકે છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે અને એરપોર્ટ શરૂ થઇ જશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસ પહેલા જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લું મુકવામાં આવ્યું હતું, અને હવે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરૂ થાય તે અંગે જાહેર નૉટિસ પાડવામાં આવી છે. 

એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર નૉટિસ બહાર પાડવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news