રાજકોટ : D-martની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

છેલ્લાં કેટલાક દિવસોથી રેસ્ટોરન્ટ્સ, હોટલના ફૂડમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે બતાવે છે કે નાગરિકો હવે જાગૃત થયા છે, અને પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. ત્યારે ભારતની ફેમસ સુપરમાર્કેટ ચેઈન D martનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. જેમાં D martમાંથી ખરીદાયેલી બદામમાં જીવાત ફરતી દેખાઈ રહી છે.
રાજકોટ : D-martની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

રક્ષિત પંડ્યા/રાજકોટ :છેલ્લાં કેટલાક દિવસોથી રેસ્ટોરન્ટ્સ, હોટલના ફૂડમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે બતાવે છે કે નાગરિકો હવે જાગૃત થયા છે, અને પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. ત્યારે ભારતની ફેમસ સુપરમાર્કેટ ચેઈન D martનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. જેમાં D martમાંથી ખરીદાયેલી બદામમાં જીવાત ફરતી દેખાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર આવેલ D martનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક ગ્રાહકે D martમાંથી ખરીદેલી બદામના પેકેટમાંથી મોટી માત્રામાં જીવાત ફરતી દેખાઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બદામના પેકેટમાં અસંખ્ય જીવાતો ફરી રહી છે. એટલું જ નહિ, D mart માંથી ખરીદેલ બદામના પેકેટમાં કચરો પણ હતો. વાયરલ વીડિયોમાં સાથે બિલ પણ બતાવવામાં આવ્યું છે. આ બિલમાં ગોંડલ રોડ, રાજકોટ D martનું પેકેટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news