વિદ્યાર્થીની સાથે શિક્ષિકાનું અમાનવીય વર્તન! એવી સજા કરી કે બાળકીને હોસ્પિટલાઈઝ કરવી પડી

વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી ન્યૂદર્શન પ્રાથમિક શાળામાં ધો.6 ની વિધાર્થીની સૌમ્યા ઓઝા સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલીએ કર્યો છે કે વિધાર્થીનીને એક કલાક અંગુઠા પકડાવતા વિધાર્થીનીની તબિયત લથડી હોવાનો પિતાએ આક્ષેપ કર્યૉ છે.

વિદ્યાર્થીની સાથે શિક્ષિકાનું અમાનવીય વર્તન! એવી સજા કરી કે બાળકીને હોસ્પિટલાઈઝ કરવી પડી

ઝી બ્યુરો/ગીરસોમનાથ: વેરાવળની ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં ધો.5 માં અભ્યાસ કરતી સૌમ્યા નામની 11 વર્ષ ની વિદ્યાર્થીનીને શાળામાં વધુ સમય અંગૂઠા પકડાવતા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાળકીના પિતાનો શાળા સંચાલકો સામે આક્રોશ જોવા મળ્યો છે. આ બાબતે પિતાએ શિક્ષણ વિભાગ અને પોલીસ ફરીયાદ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી ન્યૂદર્શન પ્રાથમિક શાળામાં ધો.6 ની વિધાર્થીની સૌમ્યા ઓઝા સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલીએ કર્યો છે કે વિધાર્થીનીને એક કલાક અંગુઠા પકડાવતા વિધાર્થીનીની તબિયત લથડી હોવાનો પિતાએ આક્ષેપ કર્યૉ છે. વિધાર્થીનીને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે તો વિધાર્થીનીને કિન્નખોરી રાખી સજા કરાયાનો વાલીનો આક્ષેપ છે. 

વાલીનો આક્ષેપ છે કે ફી ભરપાઈ કરી હોવા છતાં બાકી હોવાનું જણાવી પરીક્ષામાં ના બેસવા દેવા ધમકી આપેલ હતી. આ મામલે ઘટનાના બે દિવસ પૂર્વે વિધાર્થીનીના પિતાએ શાળાએ જઈ બોલાચાલી પણ કરી હતી. આ બાબતની કિન્નાખોરી રાખી 11 વર્ષની નાની બાળકીને કઠોર સજા આપ્યાનો પિતાનો આક્ષેપ છે. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તૂરંત શાળામાં જઈ તપાસ હાથ ધરી છે. તપાસ કરતા પરીક્ષામાં બાળકી આવી ન હોય જેથી અધિકારીઓ તેમના ઘરે ગયા હતા અને અન્ય શાળામાં તેમની પરીક્ષાની વ્યવસ્થા કરી હતી. તો બાળકીને તાવ પણ આવતો હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. બાળકીને શાળામાં અંગૂઠા પકડાવ્યાની સજા કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. આ બાબતે શિક્ષણ વિભાગ સાથે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે.

ન્યુ દર્શન પ્રાથમિક શાળા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી હોય ત્યારે શાળાના સંચાલક એવા ભુપેન્દ્ર વિઠ્ઠલાણીએ એવું જણાવ્યું છે કે આ સૌમ્યા ઓઝા નામની બાળા સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી, ચિઠ્ઠીઓ લખતી હતી. નાની બાળકીઓને યોગ્ય ના લાગે તેવા શબ્દો લખતી હતી. ત્યારે આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી અને ઠપકો આપતા આ આખી ઘટના ખોટી રીતે ઉભી કરાઈ છે. આ બનાવમાં બાળકીના હિતની વાત છે ત્યારે સવાલ એ થાય છે શિક્ષણ વિભાગ કહે છે બાળકીને અંગૂઠા પકડવાની સજા કરાય છે ત્યારે શાળા સંચાલક કહે છે તેમને બહાર કાઢી મુકાઈ હતી, ત્યારે આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તપાસ ચલાવી રહી છે.

તપાસને અંતે જ સત્ય બહાર આવી શકશે પરંતુ આ ઘટનામાં વાલીઓ અને શાળા સંચાલકો બંનેને શીખ લેવી જરૂરી બની છે કે પોતાનું બાળક ઘરે અને શાળામા શું કરે છે? તે બાબતે પણ જાગૃત થવાની જરૂરત છે અને બાળકને સજા આપતા પહેલા વિચારવું જરૂરી બન્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news