ગુજરાતમાં ઉનાળા ઉપરાંત વધુ એક ગરમાવો: પાટણ અને સિદ્ધપુરનાં કોંગ્રેસી MLA ની CM સાથે સુચક મુલાકાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ તમામ પ્રકારની રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. તેવામાં અનેક કોંગ્રેસી ધારાસભ્યો કેસરિયા કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તેવામાં આજે ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં આયોજીત કાર્યક્રમમાં પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોની હાજરીથી ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસી નેતાઓને પરસેવો વળવા લાગ્યો છે. જો કે આ ધારાસભ્યોએ આ મુલાકાતને માત્ર અને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/પાટણ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ તમામ પ્રકારની રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. તેવામાં અનેક કોંગ્રેસી ધારાસભ્યો કેસરિયા કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તેવામાં આજે ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં આયોજીત કાર્યક્રમમાં પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોની હાજરીથી ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસી નેતાઓને પરસેવો વળવા લાગ્યો છે. જો કે આ ધારાસભ્યોએ આ મુલાકાતને માત્ર અને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પાટણમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી પાટણમાં છે. પાટણમાં આયોજીત આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે સુચક હાજરી આપી હતી. જ્યાં તેઓ સ્ટેજ પર મુખ્યમંત્રી સાથે બેઠા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, આ ગુજરાતના સ્થાપના દિવસે આયોજીત જાહેર કાર્યક્રમ હતો. મને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું હતું. જેથી અહીંના ધારાસભ્ય તરીકે હું કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિરીટ પટેલે જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ અંગેની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ મુકતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. પાટણ બેઠક અને ગુજરાતમાં ભાજપની સરકાર બંન્ને સાથે આવ્યા હતા. એટલે કે પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. જે ભાજપ માટે મોટો ઝટકો હતો. આ ઉપરાંત કિરીટ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે પણ ખુબ જ નજીકનો સંબંધ હોવાનું માનવામાં આવે છે. તેવામાં હાર્દિકનાં બદલાયેલા સુર વચ્ચે કિરીટ પટેલના બદલનું બદલાયેલું વલણ ઘણુ જ સુચક કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે