Match પહેલા Movie : 8 ક્રિકેટર્સ રાજકોટમાં ગઈકાલે રાત્રે ‘હાઉસફુલ-4’ જોવા પહોંચ્યા, લોકોની ભીડ ઉમટી

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રાજકોટમાં રમાનાર છે. ત્યારે રાજકોટમાં આ મેચને લઈને બહુ જ ઉત્સાહ જોવા મળ્યો છે. પરંતુ મેચની આગલી રાત્રે બુધવારે ભારતીય ક્રિકેટર્સ રાજકોટના મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા પહોંચ્યા હતા, જેને પગલે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ક્રિકેટર્સની એક ઝલક જોવા માટે લોકો તતલપાપડ બન્યા હતા. તો આજે સૌની નજર રાજકોટ પર રમાનારી મેચ પર છે. 

Match પહેલા Movie : 8 ક્રિકેટર્સ રાજકોટમાં ગઈકાલે રાત્રે ‘હાઉસફુલ-4’ જોવા પહોંચ્યા, લોકોની ભીડ ઉમટી

સત્યમ હંસોરા/રાજકોટ :આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રાજકોટમાં રમાનાર છે. ત્યારે રાજકોટમાં આ મેચને લઈને બહુ જ ઉત્સાહ જોવા મળ્યો છે. પરંતુ મેચની આગલી રાત્રે બુધવારે ભારતીય ક્રિકેટર્સ રાજકોટના મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા પહોંચ્યા હતા, જેને પગલે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ક્રિકેટર્સની એક ઝલક જોવા માટે લોકો તતલપાપડ બન્યા હતા. તો આજે સૌની નજર રાજકોટ પર રમાનારી મેચ પર છે. 

અમદાવાદની ફેમસ ‘હોકો ઈટરી’ રેસ્ટોરન્ટની ચણાપુરીમાંથી નીકળ્યો મંકોડો

મેચ પહેલા મુવી 
રાજકોટ ભારત-બાંગ્લાદેશ ટી૨૦ મેચ પહેલા ભારતીય ક્રિકેટર્સ હળવા મૂળમાં જોવા મળ્યા હતા. ત્યારે ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક પ્લેયર્સ શહેરના આરવર્લ્ડ આઇનોક્સ સિનેમામાં ‘હાઉસફુલ-4’ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ક્રિકેટર્સ શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, યજુવેન્દ્ર ચહલ સહિતના 8 પ્લયેર્સે અક્ષય કુમારની કોમેડી ફિલ્મ જોઈ હતી. ત્યારે ક્રિકેટર્સને જોવા મલ્ટીપ્લેક્સની બહાર રાજકોટવાસીઓની ભીડ ઉમટી હતી. 

ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવી જરૂરી
આજે 7 નવેમ્બરના રોજ ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-20 મુકાબલા માટે સમગ્ર રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળ્યો છે. ત્રણ મેચની કેટેગરીમાં પ્રથમ મેચ હાર્યા બાદ ભારત માટે આ શ્રેણી બચાવવી હોય તો રાજકોટમાં રમાનારી મેચ જીતવી બહુ જ જરૂરી છે. ત્યારે આ મેચ હાઈવોલ્ટેજ બની રહેશે. 

વરસાદનું વિધ્ન
એક તરફ ટીમ ઈન્ડિયા માટે આ મેચ બહુ જ મહત્વની છે, તો બીજી તરફ મહા વાવાઝોડાને કારણે રાજકોટમાં હવામાન પર સૌની નજર છે. હાલ સૌરાષ્ટ્રમા વાદળછાયું વાતાવરણ છે, તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. આવામાં રાજકોટની ટી-20 મેચની ફીવર ન બગડે તેની લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news