ગુજરાતનું ગૌરવ : સ્વતંત્રતા દિને રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત

સ્વતંત્રતા દિવસ (Independence day) ના અવસર પર પોલીસ વિભાગ (Police Department)  માં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (President's Police Medal) એનાયત કરાશે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે. 

ગુજરાતનું ગૌરવ : સ્વતંત્રતા દિને રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :સ્વતંત્રતા દિવસ (Independence day) ના અવસર પર પોલીસ વિભાગ (Police Department)  માં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (President's Police Medal) એનાયત કરાશે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે. 

રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે. જેમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે. હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. તો સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. આ ઉપરાંત ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના નામ જાહેર કરાયા છે. 

ગુજરાતમાંથી કોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે, તેની વાત કરીએ તો...

  • હરપાલસિંહ રાઠોડ, DySP હાલોલ
  • પ્રેમજીભાઈ પરમાર, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર
  • દુર્ગેશ ભાઈ પટેલ, DySP - SRPF ભરૂચ
  • અરજણભાઈ બારડ, DySP - SRPF  રાજકોટ
  • અનિલ કુમાર પટેલ, DySP - SRPF સુરત
  • દશરથ સિંહ ગોહિલ, DySP, IB ગાંધીનગર
  • હર્ષ કુમાર ચૌધરી, DySP, SRPF અમદાવાદ
  • જ્યોતિન્દ્રાગીરી ગોસ્વામી, PI ગાંધીનગર
  • બકુલભાઈ ગુંદાની, DySP ગાંધીનગર
  • પ્રવીણભાઈ ચૌધરી, DySP બનાસકાંઠા
  • રાજેન્દ્રસિંહ સિસોદિયા, ASI ગોધરા
  • રમેશચંદ્ર વાઘેલા, હેડ કોન્સ્ટેબલ - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • જગદીશભાઈ દવે, હેડ કોન્સ્ટેબલ - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • મનીષ કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • જિતેન્દ્ર કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ - સુરત
  • નરેન્દ્ર કુમાર ગોંડલિયા, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર
  • પ્રવીણભાઈ વણઝાર, PSI - અમદાવાદ ATS
  • મોહમ્મદ રફીક ચૌહાણ, ASI - રાજકોટ રૂરલ

કોરોના મહામારી (Corona pandemic) ને કારણે સ્વતંત્રતા દિવસ 2019 તથા ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ 2020 ના અવસર પર રાષ્ટ્રપતિ અને પોલીસ મેડલ માટે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, તે તમામને પણ આ વર્ષે સન્માનિત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news