Corona LIVE : બોપલમાં પોઝિટિવ કેસ આવતા હડકંપ, આખો કોમ્પ્લેક્સ ક્વોરન્ટીન

કોરોનાનુ હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં આજે 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 295 કોરોના પોઝિટવ થઇ ચુક્યા છે. જો કે બોપલમાં એક યુવકને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું હાલ તંત્રનું માનવું છે.
Corona LIVE : બોપલમાં પોઝિટિવ કેસ આવતા હડકંપ, આખો કોમ્પ્લેક્સ ક્વોરન્ટીન

અમદાવાદ : કોરોનાનુ હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં આજે 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 295 કોરોના પોઝિટવ થઇ ચુક્યા છે. જો કે બોપલમાં એક યુવકને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું હાલ તંત્રનું માનવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વની તુલનાએ પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસ ખુબ જ ગણ્યા ગાંઠ્યા હતા. જેથી એક પ્રકારે પશ્ચિમ અમદાવાદ કોરોનાથી સુરક્ષીત માનવામાં આવતું હતું. જો કે પોશ વિસ્તારો પૈકીનાં એક બોડકદેવમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ હવે બોપલમાં પણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

અમદાવાદ મનપા કમિશ્નર વિજય નેહરાએ કોરોના અંગે જણાવ્યું કે, છેલ્લા 15 કલાકમાં 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 291 પોઝિટિવ કેસ થયા છે. જેમાં સૌથી વધારે 131 મધ્ય ઝોનમાં અને 78 કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા છે. શહેરમાં કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1112 લોકોના પેસિવ સેમ્પલ 4870 એક્ટવ સેમ્પલ સાથે 5982 સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં 20 હજારથી પણ વધારે લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news