અમદાવાદમાં ઇન્કમ ટેક્સની મેગા રેડ, જીજ્ઞેશ શાહ અને સંજય શાહના ઘરેથી 10 કરોડ જપ્ત

અમદાવાદમાંથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને શહેરમાંથી 10 કરોડની રોકડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. 

અમદાવાદમાં ઇન્કમ ટેક્સની મેગા રેડ, જીજ્ઞેશ શાહ અને સંજય શાહના ઘરેથી 10 કરોડ જપ્ત

અમદાવાદ: અમદાવાદમાંથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને શહેરમાંથી 10 કરોડની રોકડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. શહેરા નામી શેરબજારના એન્ટ્રી ઓપરેટર ગણાતા જીજ્ઞેશ શાહ અને સંજય શાહના ઘરે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે તેમની પાસે રહેલા કાળા નાણાં અંગેનો પર્દાફાશ પણ થઇ શકે છે. શહેરમાંથી 10 કરોડ જેટલી મોટી રોકડ રકમ મળનો આ પ્રથમ કિસ્સો છે. મહત્વનું છે, કે ઇન્કમ ટેક્સ દ્વારા કરવામાં આવેલી રેડમાં શેરબજારાના મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે. ઇન્કમ દ્વારા 6 જેટલા સ્થળે રેડ કરવામાં આવી છે. આ રેડ અમદાવાદના નામી વ્યક્તિઓ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. 

શેરબજારમાંથી થતા કટીંગના વેરપારનો થઇ શકે છે પર્દાફાશ 
અમદાવાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આ મેગા રેડમાં શેરબજારમાંથી લેવાતા કટીંગના વેપારનો પર્દાફાશ થઇ શકે છે. આ મેગા રેડથી શહેરના મોટા બિઝનેસ મેન, બિલ્ડરો અને શેરબજારના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. મહત્વનું છે. ઇન્કમ ટેક્સની આ રેડ અત્યારે ચાલુ છે, અને હજી પણ મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત થાય તેવી શક્યતાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news