ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ બે દિવસ સ્કૂલ-કોલેજ રહેશે બંધ? હવામાન વિભાગની ભારે આગાહી
ભારેથી અતિભારે વરસાદના કારણે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે 14- 15 જુલાઈ એમ બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આગામી બે દિવસ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમરેલી: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હજુ પણ હવામાન વિભાગે 15 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજાએ ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. અનેક તળાવો અને નદીઓ ઉફાન પર છે, જેણા કારણે જળબંબાકારની સ્થિતિ છે. ગુજરાતના 111 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ છે.
રાજ્યના 4 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને લીધે અનેક જિલ્લામાં રજા જાહેર કરાઈ છે. જેમાં નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. ગુજરાતના ચારેય જગ્યાએ 14 અને 15 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા રહેશે સતત વરસાદી માહોલને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારેથી અતિભારે વરસાદના કારણે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે 14- 15 જુલાઈ એમ બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આગામી બે દિવસ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે અમરેલી જિલ્લામાં પણ 14 અને 15 જુલાઇ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં તા.14/7/2022 અને તા.15/7/2022 ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઇ રેડ એલર્ટ આપવામાં આવ્યું હોઇ જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, કોલેજો,ITI અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ બે દિવસ રજા જાહેર કરવામાં આવેલ છે. @pkumarias @CMOGuj @jitu_vaghani pic.twitter.com/cN1AanpRPV
— Collector & DM Amreli (@CollectorAmr) July 13, 2022
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે જેવા કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે