દારૂબંધીની બુમરાણ વચ્ચે અમદાવાદના આ વિસ્તારના દરેક ઘરના નળમાં આવે છે દારૂ

શહેરમાં એક તરફ પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરખેજ ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દારૂમીક્ષ કરેલું પાણી તેમના ઘરમાં આવે છે જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરખેજના 4 વાસના 400 મકાનોમાં દારૂની વાસવાળુ પાણી આવતુ હોવાના કારણે સ્થાનિકો ત્રાહીમામ છે. 
દારૂબંધીની બુમરાણ વચ્ચે અમદાવાદના આ વિસ્તારના દરેક ઘરના નળમાં આવે છે દારૂ

અમદાવાદ : શહેરમાં એક તરફ પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરખેજ ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દારૂમીક્ષ કરેલું પાણી તેમના ઘરમાં આવે છે જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરખેજના 4 વાસના 400 મકાનોમાં દારૂની વાસવાળુ પાણી આવતુ હોવાના કારણે સ્થાનિકો ત્રાહીમામ છે. 

અમદાવાદના સરખેજ ગામમાં દારૂની ભઠ્ઠીઓ હોવાના કારણે દૂષીત અને ભેળસેળવાળુ પાણી આવતું હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. ગામમાં દારૂની ભઠ્ઠીઓના કારણે સવારે પાણીમાં ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાર્થ પણ પાણીમાં મીક્ષ થઇને આવે છે. જેના કારણે આવુ દારૂવાળુ પાણી પીવા માટે અબાલવૃદ્ધ સૌ કોઇ મજબુર બન્યા છે. 

અમદાવાદનો રીક્ષા વાળો દંડાશે: જો કલર કરવા ગયા તો મર્યા સમજો, પોલીસને ખાસ આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પહેલાથી જ પાણીજન્ય રોગો બેકાબુ બન્યા છે. જેના કારણે રોગોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ડ્રેનેજ લાઇન અને પીવાની પાણી મિક્ષ થઇ જતી હોવાના કારણે લોકો ભારે પરેશાન છે. જો કે સરખેજમાં પાણીની અલગ જ સમસ્યા સામે આવી છે. લોકો દારૂમિશ્રિત અથવા તો દારૂની વાસ આવતી હોય તેવો દારૂ પીવા માટે મજબુર બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news