પતિ-પત્ની વચ્ચે સમાધાનનાં નામે પાખંડી પ્રશાંતે પડાવ્યા હતા લાખો રૂપિયા
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: ધુતારા ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો છે. 21 લાખ રૂ.ની છેતરપિંડીમાં વારસિયા પોલીસે ધરપકડ કર્યા બાદ હવે ગોત્રી પોલીસે પણ મહિલા અનુયાયી પાસેથી 11 લાખ રૂ. પડાવનાર પાખંડી પ્રશાંતની ધરપકડ કરી છે. વડોદરાનાં વારસિયા વિસ્તારમાં આશ્રમ ધરાવતા અને આ આશ્રમમાં આસ્થાની આડમાં લોકો સાથે છેતરપિંડી કરતાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. વડોદરાનાં આ ઢોંગી સામે વડોદરાનાં વધુ એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મહિસાગર જિલ્લામાં 'ટાઇગર ઝીંદા હૈ' Zee 24 kalak એ ફરી એકવાર તંત્રને ઢંઢોળ્યું
શહેરનાં ગોત્રી પોલીસ મથકમાં પ્રશાંત ઉપાધ્યાય વિરૂદ્ધ કલમ 420 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાખંડીની પુર્વ મહિલા અનુયાયીએ પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પતિ પત્ની વચ્ચે ના ઝઘડામાં સમાધાન કરાવવાનું તેમજ વિધિ કરવાનું કહી પ્રશાંત ઉપાધ્યાય પૈસા પડાવતો હતો. જેમાં ભુતકાળમાં આ ધુતારાએ શણગાર સહિતનાં સામાન લેવાં માટે મહિલા પાસેથી 11 લાખ રૂ. જેટલી રકમ પડાવી હતી. એટલું જ નહીં આ પાખંડી કહેવાતો ધર્મગુરૂ આ મહિલા અને તેનાં પતિ વચ્ચે અવારનવાર ઝઘડા પણ કરાવતો હતો.
જ્યારે આ મહિલાને ખ્યાલ આવ્યો કે, જેને તે ગુરૂ સમજીને પુજી રહી છે તે વાસ્તવમાં ધુતારો છે. તેમજ આ પાખંડી આ રીતે તે લોકો પાસેથી રૂપિયા પડાવે છે. જેથી આ મહિલાએ પાખંડી પાસે પોતાનાં નાણાં પરત માંગ્યા હતાં. પરંતુ લીધેલ નાણાં પરત આપવાને બદલે આ ઢોંગી પ્રશાંત બંને પતિ પત્નીને ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો. હવે જ્યારે વડોદરાનાં આ ઢોંગીની કરતુતોનો પર્દાફાશ થઇ ગયો છે ત્યારે મહિલાએ પણ હિંમત દાખવી પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. આરોપી પ્રશાંત ઉપાધ્યાય આ દંપતી ને જણાવતો હતો કે તમે મારા સેવક છો, મારા આભૂષણ માટે પૈસા આપો સમય આવશે ત્યારે હું તમને આપેલા રૂપિયા કરતા ડબલ રૂપિયા આપીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે