Corona Update: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 549 કેસ, 26 લોકોના મૃત્યુ


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 235 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. 

 Corona Update:  રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 549 કેસ, 26 લોકોના મૃત્યુ

ગાંધીનગરઃ અનલોક-1 શરૂ થયા બાદ રાજ્યમાં જે રીતે કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે તે લોકોને ડરાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ નોંધાયા છે, આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 26 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 604 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ નવા કેસની સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28429 પર પહોંચી છે. તો અત્યાર સુધી 20521 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને ડિસ્ચાર્જની વિગત
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન હેઠળના વિસ્તારમાં નવા 230 કેસ નોંધાયા છે. તેની સામે 381 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો સુરત કોર્પોરેશનમાં 152 કેસ, 76 ડિસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 38 કેસ, 15 ડિસ્ચાર્જ, સુરત જિલ્લો 23 કેસ, 11 ડિસ્ચાર્જ, જામનગર કોર્પોરેશન 11 કેસ, 1 ડિસ્ચાર્જ, ભરૂચ જિલ્લામાં 11 કેસ, 19 ડિસ્ચાર્જ, ગાંધીનગર 8 કેસ, 14 ડિસ્ચાર્જ, અમદાવાદ જિલ્લો 5 કેસ, 40 ડિસ્ચાર્જ, મહેસાણા 5 કેસ, ભાવનગર 5 કેસ, વડોદરા જિલ્લો 4 કેસ એક ડિસ્ચાર્જ, મહીસાગરમાં ચાર કેસ, પંચમલાહમાં 4 કેસ, 4 ડિસ્ચાર્જ, કચ્છમાં ચાર કેસ, 4 ડિસ્ચાર્જ, વલસાડમાં ચાર કેસ, નવસારીમાં 4 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં ત્રણ કેસ, ત્રણ ડિસ્ચાર્જ, ગીર સોમનાથમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, 1 ડિસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, 2 ડિસ્ચાર્જ, સાબરકાંઠામાં 2 કેસ, આણંદમાં બે કેસ, બે ડિસ્ચાર્જ, પાટણમાં 2 કેસ એક ડિસ્ચાર્જ, બોટાદમાં 2 કેસ, 6 ડિસ્ચાર્જ, છોટાઉદેપુરમાં 2 કેસ, 1 ડિસ્ચાર્જ, રાજકોટમાં એક કેસ, રાજકોટ જિલ્લામાં એક કેસ, એક ડિસ્ચાર્જ, અરવલ્લીમાં 1 કેસ, ત્રણ ડિસ્ચાર્જ, ખેડામાં 1 કેસ, બે ડિસ્ચાર્જ, જામનગર જિલ્લામાં એક કેસ, દાહોદમાં એક કેસ, અમરેલીમાં એક કેસ ત્રણ ડિસ્ચાર્જ, જુનાગઢ કોર્પોરેશનમાં 3 ડિસ્ચાર્જ, બનાસકાંઠામાં ત્રણ ડિસ્ચાર્જ, જુનાગઢ જિલ્લામાં બે ડિસ્ચાર્જ અને અન્ય રાજ્યના ત્રણ કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે 26 લોકોના મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 26 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 15, સુરત જિલ્લામાં 6, ગાંધીનગર જિલ્લામાં 2, દેવભૂમિ દ્રાવકા, અમરેલી અને પાટણમાં એક-એક મૃત્યુ થયા છે. 

રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ
ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 6197 છે. જેમાં 62 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી 20521 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ગુજરાતમાં અત્યારે  2 લાખ, 28 હજાર 177 લોકો હોમ ક્વોરેન્ટીન છે.  રાજ્યમાં અત્યાર સુધી 3 લાખ, 34 હજાર 326 કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news