PATAN માં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર

શહેરમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘર નંબર 28 માં રહેતા જીવનજી ઠાકોર રહે છે. 20 વર્ષ પહેલાં તેમની દીકરી જ્યોત્સનાના લગ્ન લવારા ગામના કનૂજી ઠાકોર સાથે થયા હતા. તેમના પરિવારમાં ત્રણ સંતાન હતા અને છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક કંકાસ વારંવાર થતા પત્ની જ્યોત્સના રિસાઈને તેમના પિતાના ઘરે પાટણ જતી રહી હતી. 
PATAN માં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર

પ્રેમલ ત્રિવેદી/પાટણ : શહેરમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘર નંબર 28 માં રહેતા જીવનજી ઠાકોર રહે છે. 20 વર્ષ પહેલાં તેમની દીકરી જ્યોત્સનાના લગ્ન લવારા ગામના કનૂજી ઠાકોર સાથે થયા હતા. તેમના પરિવારમાં ત્રણ સંતાન હતા અને છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક કંકાસ વારંવાર થતા પત્ની જ્યોત્સના રિસાઈને તેમના પિતાના ઘરે પાટણ જતી રહી હતી. 

પત્ની જ્યોત્સના રિસાઇને તેના પિયર પાટણ રહેતી હોવાથી આજે બપોર પતિ કનુજી અચાનક  સુરમ્ય ખાતે સસરાના ઘરે પહોંચ્યો હતો. ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી અગાઉની પારિવારિક કંકાસ મામલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પાસે રહેલી છરીથી પત્નીના ગળાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ પરિવારજને થતા પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તમામ બાબતોની પૂછપરછ કરી પતિ, પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ઘટના બાદ જ્યોત્સના બેનના પિતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે. 

પતિ, પત્ની વચ્ચે થયેલ ઘર કંકાસમાં પરિવારના ત્રણ બાળકોને છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ નાનકડા શહેરમાં આવી ચકચારી ઘટના બનતા હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બીજી તરફ પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ઘર કંકાસમાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news