Jamnagar માં સરકારનાં ફેવરેટ લોકોને ફટાફટ કોન્ટ્રાક્ટ અપાઇ ગયા, હવે ગટર લાઇનના ધાંધીયા
Trending Photos
જામનગર : શહેરના સનસીટી સહિતના અનેક વિસ્તારોમાં મનપાએ ભૂગર્ભ ગટરની અધુરી કરેલી કામગીરી અને ઘણા વિસ્તારોમાં ગટરની કામગીરી પૂર્ણ થઇ હોવા છતાં કનેક્શન ન આપતા તેમજ ચોમાસામાં ભૂગર્ભ ગટરમાં પાણી ભરાવાની પારાવાર મુશ્કેલીને લઈને સર્જાતી વિવિધ સમસ્યાઓ અંગે જામનગરના સનસીટી સહિતના વિસ્તારના શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે મનપા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવાના પોકળ દાવાઓ કરવામાં આવી રહી છે પરંતુ શહેરમાં હજુ સુધી ભૂગર્ભ ગટરની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી નથી.
જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભગટર શાખા દ્વારા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અને કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીમાં ઘણી એજન્સીઓને મનપા દ્વારા નબળી કામગીરીના પગલે બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી છે. કરોડોનું આંધણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં શહેરના હજુ ઘણા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ ન થવાના કારણે શહેરીજનો પરેશાન છે. ત્યારે સૌથી મહત્વનો પ્રશ્નએ છે કે જામનગર શહેરમાં મનપા દ્વારા ભુગર્ભ ગટરની કામગીરી 100% ક્યારે પૂર્ણ થશે. જ્યારે ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે વિપક્ષના નગરસેવકો અને વિપક્ષ દ્વારા ઘણીવાર ધરણા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
જ્યારે જામનગર મહાનગરપાલિકા suncity સહિતના અનેક વિસ્તારોમાં સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સમસ્યાનો પારાવર સામનો કરી રહ્યા છે અને વારંવાર મનપા દ્વારા કોન્ટ્રાક્ટર ને કામ આપી અને તેમને ટર્મિનેટ કર્યા બાદ કામ અધુરા રહે છે. ત્યારે સૌથી વધુ મુશ્કેલીનો સામનો સ્થાનિકોને પોતાના વિસ્તારમાં ચોમાસાના સમયમાં કરવામાં આવે છે. આજ પ્રકારની પરિસ્થિતિ જામનગર શહેરના વોર્ડ નંબર 6 સહિતના અનેક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ઝી 24 કલાક સમક્ષ જામનગર શહેરના સનસીટી સહિતના વિસ્તારોમાં નાગરિકોએ ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે તંત્ર સામે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પણ ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવા માટે પોકળ દાવાઓ વારંવાર કરવામાં આવે છે, પરંતુ કોઈ યોગ્ય અને ચોક્કસ કામગીરી કરાતી નથી કે જેના કારણે જામનગર શહેરમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે. મનપાના અધિકારીઓ દ્વારા ઝી 24 કલાકને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે પરંતુ વાસ્તવમાં આ હૈયા ધારણાના કેટલી સાચી પડશે તે તો આવનારો સમય જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે