દરિયાપુરમાં પોલીસ જીપ સામે નાચવા લાગ્યું ટોળું, છતાં પોલીસે કરી નહી કાર્યવાહી

 રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ થવાના કારણે સરકાર દ્વારા સતત 2 દિવસનાં કર્ફ્યૂ બાદ અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે શહેરનાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં લોકો કર્ફ્યૂ પાળવા માટે તૈયાર નથી. પોલીસનો આવો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો કર્ફ્યૂનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. પોલીસ જ્યારે પેટ્રોલિંગ વાન લઇને નિકળે છે ત્યારે લોકો તેની સામે નાચી રહ્યા છે અને ચિચિયારીઓ પાડી રહ્યા છે. 

દરિયાપુરમાં પોલીસ જીપ સામે નાચવા લાગ્યું ટોળું, છતાં પોલીસે કરી નહી કાર્યવાહી

અમદાવાદ : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ થવાના કારણે સરકાર દ્વારા સતત 2 દિવસનાં કર્ફ્યૂ બાદ અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે શહેરનાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં લોકો કર્ફ્યૂ પાળવા માટે તૈયાર નથી. પોલીસનો આવો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો કર્ફ્યૂનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. પોલીસ જ્યારે પેટ્રોલિંગ વાન લઇને નિકળે છે ત્યારે લોકો તેની સામે નાચી રહ્યા છે અને ચિચિયારીઓ પાડી રહ્યા છે. 

જો કે પોલીસ પણ નીચે ઉતરી ઘરમાં જવાની સલાહ આપવાનાં બદલે પેટ્રોલિંગ વાન લઇને આંખ આડા કાન કરીને નિકળી જાય છે. શાહપુરના બે વીડિયો સામે આવ્યા બાદ ઝોન 2 ડીસીપી વિજય પટેલે, આ બાબતે સ્પષ્ટતા કરી રહી હતી કે આ વીડિયો દરિયાપુર વિસ્તારનો છે. ડીસીપી રાજેશ ગઢિયાએ આ મુદ્દે જણાવ્યું કે, દરિયાપુર ચાચરવાડ વિસ્તારનો વીડિયો છે. કાલે રાત્રે પોલીસની ગાડીઓ નિકળી હતી. ત્યારે બાળકો ચિચિયારીઓ પાડી રહ્યા હતા ગાડી ત્યાંથી નિકળી હતી. ત્યારે કોઇ પોલીસ સાથે ઘર્ષણ કે અન્ય બનાવ નથી. આ મુદ્દે કોઇ ફરિયાદ પણ મળી નથી. આ વીડિયો રાત્રે 08.30 વાગ્યાનો છે. જે કર્ફ્યૂના સમય પહેલાનો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયાપુર પોલીસના ધજાગરા ઉડાવતા આ વીડિયોમાં પોલીસની ચાર ગાડીઓ એક સાથે પસાર થાય છે. જો કે ત્યારે અચાનક નાના બાળકો અને યુવાનો ગાડીની આગળ નાચવા લાગે છે. જો કે પોલીસ બહાર નિકળીને કોઇ પણ કાર્યવાહી કરવાના બદલે તેમને હટાવીને ચાલતી પકડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તારમાં લોકો બિન્દાસ કર્ફ્યૂમાં પણ ફરી રહ્યા હોવાના અનેક વીડિયો સામે આવી ચુક્યા છે. તેમ છતા પણ લોકો કે પોલીસને કાંઇ જ ફરક નથી પડી રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news