ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 
ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

અમદાવાદ : છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

ભાવનગર જિલ્લાનાં તળાજા તથા મહુવા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે પાણી ગામ બહાર કાઢી નાખ્યા હતા. તળાજા પંથકના લીલીવાવ, દકાના, રાતાખડા, પાવઠી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મહુવામાં પસવી, બોરડા, જાગધાર અને ભાદ્રોડ સહિતનાં ગામોમાં વરસાદ નોંધાયો હતો. 

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડાના ધામળેજ આસપાસના ગામો અને કોડીનાર પંથકમાં વરસાદ શરૂ થયો છે. દરિયાકાંઠા વિસ્તારોના ધામળેજ, કણજોતર, બરડા, દ્વારકા સહિતનાં ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news