બનાસકાંઠામાં ફોઇના દિકરાએ જ યુવતીને બનાવી પોતાની હવસનો શિકાર, ગળુકાપી હત્યા કરી

બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકેટની ગતિએ આગળ વધી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઇના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતા દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઇના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી.

બનાસકાંઠામાં ફોઇના દિકરાએ જ યુવતીને બનાવી પોતાની હવસનો શિકાર, ગળુકાપી હત્યા કરી

પાલનપુર : બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકેટની ગતિએ આગળ વધી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઇના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતા દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઇના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી.

દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામની કે જ્યાં એક બાર વર્ષની સગીરા સાધે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. એક દિવસ અગાઉ ગુમ થયેલી મુકબધીર હની માળીને ગુમ થયા મામલે દાંતીવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ વહેલી સવારે મોટી ભાખર ગામની સીમમાંથી એક સગીરાનું ગળુ કાપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે મુદ્દે પોલીસે તપાસ કરતા પોલીસને યુવતીનીલાશ મળી આવી હતી.

સગીરાની પ્રથમ દ્રષ્ટીએ જ હત્યા કરી હોવાનું સામે આવતા જિલ્લાની એલસીબી, દાંતીવાડા પોલીસ, ડીસા ઉત્તર તેમજ રૂરલ પોલીસ સહિત ડીસા ડિવિઝનના મોટાભાગના અધિકારીઓ ગુનાના આરોપીને શોધીકાઢવા માટે કામ લાગી ગયા હતા. જે મુદ્દે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને તત્કાલ ઝડપી પાડ્યો હતો. પોતાની બાઇક પાછળ બેસાડી આરોપી મુકબધીર કિશોરીને લઇ જતો હોવાનું માલુ પડતા જ પોલીસે આરોપી નીતિન માળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વાત કરીએ તો હની અને નીતિન મામા ફોઇના દીકરા છે. હની બાળપણતી જ મુકબધીર હતી. જ્યારે નિતીનની ઉંમર 25 વર્ષ જેટલી થઇ ગઇ હોવા છતા લગ્ન થયા નહોતા. પોતાનું શારીરિક સુખ સંતોષવા માટે તેણે પોતાની મામાની દીકરીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. જો કે દુષ્કર્મ બાદ તેને ડર લાગ્યો હતો કે તેનો ગુનો બહાર આવશેતે મોટી મુશ્કેલી સર્જાશે. જે ડરના કારણેછરી વડે નીતિને યુવતીનું ગળુ કાપીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news