અરવલ્લીમાં બટાકા ઉત્પાદક ખેડૂતોની સ્થિતી વળ ખાય વાંદરૂ ને માલ ખાય મદારી જેવી, વચેટિયાઓને મોજ
જિલ્લામાં બટાકાના મબલખ ઉત્પાદન સામે જિલ્લાના 40 કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થયા છે. જેને લઈને વધતી ગરમીમાં બટાકા બગડવાની નોબત આવી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ઘઉં બાદ બીજા ક્રમે 19 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. જેથી ખેડૂતો હાલ બટાકાના પાકને ઠેકાણે કરવાના કામમાં લાગ્યા છે પરંતુ ખેડૂતો માટે બટાકાનો સંગ્રહ કયા કરવો તે મોટી સમસ્યા છે.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી : જિલ્લામાં બટાકાના મબલખ ઉત્પાદન સામે જિલ્લાના 40 કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થયા છે. જેને લઈને વધતી ગરમીમાં બટાકા બગડવાની નોબત આવી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ઘઉં બાદ બીજા ક્રમે 19 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. જેથી ખેડૂતો હાલ બટાકાના પાકને ઠેકાણે કરવાના કામમાં લાગ્યા છે પરંતુ ખેડૂતો માટે બટાકાનો સંગ્રહ કયા કરવો તે મોટી સમસ્યા છે.
જિલ્લામાં 40 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે જેમાં હાલ જગ્યાનો અભાવ હોવાથી ખેડૂતોને પોતાનો પાક કયા મુકવો તે મોટી સમસ્યા થઈ છે બીજી તરફ બટાકાના ભાવ પણ હાલ પોષણક્ષમ મલી રહ્યા નથી જેથી ખેફુતોને બટાકાનો સંગ્રહ કરવો જરૂરી છે તેવામાં જિલ્લાના કોલ્ડ સ્ટોરેજોમાં જગ્યા નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.કોલ્ડ સ્ટોરેજના અભાવે ખેડૂતોના બટાકા હાલ બગડી પણ રહ્યા છે જેથી ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
દર વર્ષે બટાકાના એક મણ દીઠ 250 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા જેના કારણે ખેડૂતોએ ચાલુ વર્ષે મોટી ઉત્પાદન જિલ્લામાં કર્યું હતું. પરંતુ ચાલુ વર્ષે 160 રૂપિયા એક મણ સુધી ભાવ ઉતરી જતા બટાકાની ડિમાન્ડની રાહ જોવા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં રાખવા જરૂરી છે, ત્યારે જિલ્લામાં 2.50 લાખ મણ બટાકાનું ઉત્પાદન થયું છે. જેથી હવે મોટા ઉત્પાદનનો જથ્થો કોલ્ડ સ્ટોરેજ રાખવાની જગ્યા નથી. જિલ્લામાં 40 કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થવા આવ્યા છે. તેવા સંજોગો સતત વધતી ગરમીના કારણે બટાકા બગાડી રહ્યા છે. રિજેકટ થઇ રહ્યા છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલો વીઘા દીઠ 40 હજાર નો ખર્ચ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે