અમદાવાદમાં દર પાંચમે દિવસે થાય છે હત્યા, મહિલા-વૃદ્ધો પર ધ્યાન આપશે પોલીસ
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરમા વર્ષ 2018 કરતા 2019મા ગુનાખોરીનુ પ્રમાણ ઘટયુ હોવાના આકડા પોલીસ કમિશ્નરે જાહેર કર્યા. અમદાવાદ શહેરની ગુનાખોરીનું પ્રમાણ ક્રાઇમ રેટમાં આવતા બીજા 19 શહેરો કરતા ઓછુ આવ્યું. સાથે નવા વર્ષે એટલે કે 2020મા અમદાવાદ પોલીસ મહિલા સુરક્ષા અને સીનીયર સીટીઝનના પ્રોજેકટ પર મહત્વ આપશે. તો પબ્લિક સાથે કનેક્ટ રહેવા પોલીસ પોતાની યુ ટયુબ એકાઉન્ટ પણ શરૂ કરશે. જેથી સોસીયલ મિડીયામા પ્રજા સાથે પોલીસ સંપર્ક વધારી શકે.
બનાસકાંઠા: શહીદ જવાન સરદારભાઇ ચૌધરીની અંતિમ યાત્રામાં લાખો લોકો ઉમટી પડ્યાં
અમદાવાદ શહેરનો ગુનાખોરીનુ પ્રમાણ ગત વર્ષ કરતા ઓછુ થયુ હોવાનો ખુલાસો અમદાવાદ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો. ગુનાખોરીના આકંડાને જોતા 2018 કરતા 2019ના સરખામણીમા 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો.ગુનાખોરી પ્રમાણમા ઘટાડો થવા પાછળ પોલીસની અસામાજીક તત્વો વિરૂધ્ધ થયેલી કાયદેસરની કાર્યવાહી હોવાનુ પોલીસ માને છે. આ ઉપારંત પોલીસે યુવતીઓની છેડતી માટે SHE TEAM અને સીનીયર સીટીઝન માટે પણ વર્ષ 2020 માટે ઝુંબેશ શરૂ કરશે. સીનીયર સિટીઝન માટે ખાસ "અપનાપન" સ્કીમ અમદાવાદમાં 680 સિનિયર સિટીઝનોની પોલીસ સ્ટેશનમાં નોધણી થઈ છે. 5 હજાર જેટલા સિનિયર સીટીઝન નોંધણી કરાવે તે ધ્યેય સીનીયર સીટીઝનની ઇમર્જન્સી , મેડિકલ , લીગલ , સુરક્ષા બાબતે જાણકારી એકલા રહેતા સિનિયર સિટીજન્સને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માં મદદરૂપ થવાનો છે.
તારાપુર નજીક અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
અમદાવાદ પોલીસ યુવતી અને સીનીયર સીટીઝનની સલામતીને લઈને એલર્ટ તો છે. સાથે ટ્રાફિક જાગૃતીને લઈને પણ ઝુંબેશ શરૂ કરશે. અમદાવાદમા પોલીસ કર્મચારીઓની અછત છે. જેથી ચાલુ વર્ષે અમદાવાદને વધુ 2 હજાર પોલીસ જવાન મળશે. જેથી પોલીસ સ્ટાફ ઓછો છે જે વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પોલીસ એક્ટિવ છે. અમદાવાદ પોલીસ યુટ્યુબમાં ચેનલ બનાવશે સાથે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામમાં પોલીસ સક્રિય રહેશે. મહત્વનુ છે કે પોલીસ સ્લોગન કોમ્પિટિશન સાથે પ્રજા અને પોલીસ વચ્ચે સંબંધ કેળવાશે. અમદાવાદમા ગુનાખોરીનુ પ્રમાણ ઘટયુ હોવાનો પોલીસનો દાવો છે. ગયા વર્ષ કરતા 148 ગુનાઓ ઓછા નોંધાયા છે. પરંતુ મહિલાની સલામતી અને સાયબર ક્રાઈમને અટકાવવા હજુ પોલીસ નિષ્ફળ છે. જેથી હવે પોલીસે આ ગુનાઓને અટકાવવાનુ બીડુ ઉપાડયુ છે.
પાટણ: રાધનપુરમાં ખેડૂતોએ ટ્રેન અટકાવાતા તંત્ર દોડતું થયું, પોલીસ આવતા ભાગદોડ
SHE TEAM ને હવે શું નવી કામગીરી કરશે ?
- મહિલા અને બાળકોની સુરક્ષા માટે પ્રાધાન્ય આપશે
- સ્કૂલ-કોલેજ બાગ બગીચામાં પીક અવર્સ સમયે ખાસ પેટ્રોલિંગ
- ખાનગી કપડામાં અસામાજિક તત્વો પર વોચ રાખવી
- ગર્લ્સ હોસ્ટેલ , પીજી સેન્ટર , મહિલા સરક્ષણ ગૃહ માં મુલાકાત લઈ સુરક્ષા બાબતે જાગૃત કરતા સેમીનારનું આયોજન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે