નવા વર્ષની ઉજવણી: અમદાવાદમાં ક્રિસમસમાં મંદીનો માહોલ, 25 ટકા ગ્રાહકો ઘટ્યા
દેશ અને દુનિયા જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની મજા માણી રહી હોય ત્યારે અમદાવાદ કેવી રીતે બાકાત રહી જાય છે. ક્રિસમસને હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે અમદાવાદની હોટલ તથા મોલ્સમા ક્રિસમસ માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. નાના ભુલકાંઓથી માંડીને મોટેરાઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં. તે ક્રિસમસનો તહેવારને હવે બસ ગણતરી કલાકો બાકી છે. ત્યારે આ વર્ષે બાળકો તેમજ મોટેરાઓનું મનોરંજન પુરુ પાડવા માટે અમદાવાદની હોટલમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
Trending Photos
કિંજલ મિશ્રા/અમદાવાદ: દેશ અને દુનિયા જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની મજા માણી રહી હોય ત્યારે અમદાવાદ કેવી રીતે બાકાત રહી જાય છે. ક્રિસમસને હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે અમદાવાદની હોટલ તથા મોલ્સમા ક્રિસમસ માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. નાના ભુલકાંઓથી માંડીને મોટેરાઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં. તે ક્રિસમસનો તહેવારને હવે બસ ગણતરી કલાકો બાકી છે. ત્યારે આ વર્ષે બાળકો તેમજ મોટેરાઓનું મનોરંજન પુરુ પાડવા માટે અમદાવાદની હોટલમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આજે રાતથી જ હોટેલમા ક્રિસમસનુ સેલિબ્રેશન શરૂ કરી દેવામા આવશે તો બાળકોને શાતાક્લોઝ દ્વારા અલગ અલગ ગીફ્ટ પણ આપવામા આવશે જેની માટે ખાસ એક ટેડીબીયર હાઉસ ઉભુ કરાયુ છે.જો કે મોલ તથા હોટેલ સાથે કેટલાક લોકો પોતાના મિત્ર વર્તુળ મા પણ ક્રિસમસનુ સેલિબ્રેશન કરે છે. તેમની માટે અમદાવાદમાં આ વખતે ક્રિસમસની થીમ બેઝ કેકની ડિમાન્ડ વધી છે. આ અંગે વાત કરતા બેકરી વ્યવસાય સાથે સંકળાયેલા રૂચિ ભાર્ગવે જણાવ્યુ હતુ. કે, આ વખતે શાંતાકલોઝ, મેરી ક્રિસમસ સહિત, ઝિગલ બેલ સહિતની અલગ અલગ થીમ પર કેકની ડિમાન્ડ વધારે છે.
જો કે આ વખતે ઝમ્બો કેકના ઓર્ડરના પ્રમાણના નાની કેકના ઓર્ડર વધારે આવી રહ્યા છે 1 કિલોથી માંડી 5 કિલો તેમજ કસ્ટમરના ડિમાન્ડ પર કેક તૈયાર કરવામાં આવી રહી છે. જો માર્કેટમાં છેલ્લા કલાકોમા સાન્તાક્લોઝની અલગ-અલગ વેરાયટી પણ જોવા મળી. જેમાં પેરાશુટ સાંન્તાક્લોઝ, મ્યુઝીકલ સાન્તાક્લોઝ જેવી રંગબેરંગી વેરાયટીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મુંબઇ, ગોવા, દિલ્લી બાદ હવે અમદાવાદમાં પણ ક્રિસમસની ઉજવણી ધામધુમ પૂર્વક કરવામાં આવે છે.
જો કે લોકો પોતાના ઘરને ક્રિસમસના દિવસે સુંદર રીતે સજાવતા હોય છે. ઘરની બહાર સ્ટાર લગાવતા હોય, ક્રિસમસ ટ્રીથી સજાવતા હોય છે. જો કે ક્રિસમસ ટ્રીમાં કલરફુલ લાઇટીંગવાળી વેરાયટી ધુમ મચાવી રહી છે. આ અંગે વાત કરતા ગિફ્ટ શોપના વેપારી મહેન્દ્રકુમારે જણાવ્યુ હતુ કે, ગયા વર્ષની સરખામણીમા આ વખતે ગ્રાહકીમાં 25 ટકાનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે આ ઘટાડો મધ્યમ વર્ગમા થયો હોવાનો અનુમાન છે.
જીએસટી નોટબંધી તથા અમદાવાદમા ટ્રાફીક ઝુંબેશ બાદ પાર્કીગના ઇશ્યુને લઇને ખરીદીમાં ઘટાડો થયો હોવાનુ માનવામા આવે છે. ગુજરાતી પ્રજાએ તહેવાર પ્રિયપ્રજા છે. કોઇ પણ તહેવાર હોય તેમાં આનંદ માણવાનુ ચૂકતા નથી જો કે આ ક્રિસમસની ઉજવણી વેપારીઓ માટે થોડી ફીક્કી ચોક્કસ બની રહી છે. અમદાવાદમાં ડેકોરેશનના સામાનથી માંડીને કેક તેમજ અન્ય ક્રિસમસ અને ન્યૂયરની ખરીદીમા 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જો કે આ મંદીની અસર માર્કેટ પર સીધી મોટી સંખ્યામા વર્તાઇ રહી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે