ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ ટાસ્ક
Government Job: સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ૭પ૨૨ જગ્યા ખાલી છે. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ૭૫૬, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ૩૪૯૮, સરકારી માધ્યમિકમાં ૧૩૦, ગ્રાન્ટેડ માધ્યમિકમાં ૨૫૪૦ જગ્યા ખાલી છે. સેંકડો વખત રજૂઆત છતાં ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરાઈ નથી.
Trending Photos
Government School: ગુજરાતના રાજકારણમાં હાલમાં ભાજપને સૌથી વધારે ચિંતા એ કોંગ્રેસ નહીં આપના વધતા પ્રભાવની છે. ભલે આપ આ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 5 બેઠકો જીતી છે પણ આપે લોકસભાની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આપનું વર્ચસ્વ ના હોવા છતાં તે સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવતી હોવાથી લોકોમાં તેના પ્રત્યે સહાનુભૂતિ છે. હાલમાં શિક્ષણનો મામલો આપ માટે પ્રાયોરિટી છે. સરકાર આ મામલે ઘણીવાર ભરાઈ ચૂકી છે.
ઘણીવાર દિલ્હીના અને ગુજરાતના શિક્ષણ સાથે સરખામણી થાય છે તો ભાજપે આ મામલે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા એ બેરોજગારીની છે. સરકારના વિવિધ વિભાગોને ૧૦૦ દિવસમાં કયા કામો અગ્રતાના ધોરણે કરવા તેનો ટાર્ગેટ અપાયો છે ત્યારે શિક્ષણ વિભાગમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૯થી ૧૨ માટે લાંબા સમયથી મોટા પ્રમાણમાં ભરતી થઇ ન હોવાથી ઉમેદવારોની નજર નવા ભરતી જાહેર કરાય છે કે નહીં તેની ઉપર છે. આ શાળાઓમાં મળીને 7 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. આગામી સમયમાં આ ભરતી ન કરાય તો ટાટ પાસ ઉમેદવારોને ફરીથી સચિવાલયમાં આવીને રજૂઆત કરવી પડે તેવી સ્થિતિ છે.
આ પણ વાંચો: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM
આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે શિક્ષણ અને આરોગ્યનો મુદ્દો બનાવીને આમ આદમી પાર્ટીએ ભાજપને ભીસમાં લીધું હતું. શિક્ષકની ભરતી માટે લાયક વિવિધ ઉમેદવારોએ આંદોલન પણ કર્યા હતા. શિક્ષણ વિભાગની કામગીરીને લઇને હતું પરંતુ આજની વિધાનસભામાં ભારે માછલાં ધોવાયા હતા, વિવિધ નિયમોનું કારણ આગળ ધરીને શિક્ષણ વિભાગ ભરતીઓ કરવાનું ટાળતો આવ્યો છે પરંતુ હવે ૨૦૨૩ના વર્ષમાં પણ કેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરાશે તેની કોઇ નક્કર જાહેરાત કરાઈ નથી.
સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૦૧૮-૧૯માં શિક્ષણ સહાયકની ભરતી કરાઇ હતી. હજારો ઉમેદવારો મેરિટમાં હોવા છતાં નિયમોને આગળ ધરીને જગ્યાઓ ખાલી રખાઈ હતી. આંદોલનો કરાય ત્યારે જે તે શિક્ષણ મંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવી ભરતીનું આશ્વાસન અપાય છે પણ છેલ્લે રિઝલ્ટ જીરો આવે છે. ભાજપે નવી સરકારમાં 5 લાખ નોકરીઓ આપવા માટે તૈયારીઓ કરી છે પણ કેટલી આપી શકે છે એ તો આગામી સમય જ બતાવશે.
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ૭પ૨૨ જગ્યા ખાલી છે. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ૭૫૬, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ૩૪૯૮, સરકારી માધ્યમિકમાં ૧૩૦, ગ્રાન્ટેડ માધ્યમિકમાં ૨૫૪૦ જગ્યા ખાલી છે. સેંકડો વખત રજૂઆત છતાં ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરાઈ નથી. કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી લાંબા સમયથી કરવામાં આવી નથી તેની પણ ઉમેદવારો રાહ જોઇ રહ્યા છે.
દિલ્લીના આપના શિક્ષણ વિભાગના મોડલ કરતા ગુજરાતનું શિક્ષણ તંત્ર ચઢિયાતું હોવાના દાવા થઇ રહ્યા છે ત્યારે આગામી સમયમાં નવી સરકાર અને નવા શિક્ષણ મંત્રી ભરતી મામલે તેમની કામગીરી પૂર્ણ કરશે તેવી ઉમેદવારો આશા રાખીને બેઠા છે. જો સરકાર આ મામલાનો ઉકેલ લાવી તો સૌથી મોટી સફળતા ગણાશે.
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે