જો તમારા ઘરે ગેસ સિલિન્ડર આવતું હોય તો આ સમાચાર ખાસ વાંચજો, તમારા ખીસ્સામાંથી દર મહિને જાય છે આટલા રૂપિયા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ગેસ સિલિન્ડરનું વેચાણ કરતા ફેરિયાઓ હવે ચેતી જજો. કારણ કે ફેરિયાઓની ગાડીમાંથી સંખ્યાબંધ બાટલા ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. શાહપુર પોલીસે ગેસ સિલિન્ડરની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી સંખ્યાબંધ ગેસ બોટલ જપ્ત કરી છે. શું છે લાલ બાટલાનું કાળુ કૌભાંડ? ફોટોમાં દેખાતા આ બંને આરોપી ગેસના બાટલાની ચોરી કરવામાં માહેર છે. છેલ્લા ઘણા સમયથી આ બંને ભેજાબાજ શખ્સ બાટલાની ફેરી કરતા ફેરિયાઓનો પીછો કરતા અને બાટલા ચોરી પલાયન થઈ જતા હતા.
જો કે આખરે શાહપુર પોલીસે આ બાટલા ચોર ટોળકીનો ભેદ ઉકેલી નાખ્યો છે. શાહપુર પોલીસે પકડેલા બંન્ને આરોપીઓ પાસે પ્રાથમીક તબક્કે ચોરીના ત્રણ બાટલા જપ્ત કર્યા હતા. ત્યાર બાદ પોલીસે આરોપી સરફરાજ અન્સારી અને દાનીશ અન્સારી નામની ઘનિષ્ઠ પૂછપરછ કરતા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 46 બાટલા ચોરી કર્યાની હકીકત બહાર આવી હતી. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓએ પેસેન્જર રીક્ષાની મદદથી દાણીલીમડા, ગોમતીપુર, શાહપુર, કૃષ્ણનગર તથા કાગડાપીઠ સહિત અનેક વિસ્તારોમાં ગેસના બાટલા ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું.
શાહપુર પોલીસે બંને આરોપીઓની પૂછપરછમાં સ્કૂલ ૨૫ જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ બંને આરોપીઓની બાટલા ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ગજબ હતી. હાલ પોલીસે ચોરીના 46 બાટલા સાથે બંને આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તો બીજી તરફ ચોરીના આ ષડયંત્રમાં અને કોણ કોણ સામેલ છે તે જાણવા માટે પણ પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે