ST બસમાં મુસાફરી કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર ખાસ વાંચો, રાત્રી કર્ફ્યૂના કારણે બદલાયા છે નિયમ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. કોરોના વિસ્ફોટના કારણે અમદાવાદમાં સળંગ 57 કલાકના કર્ફ્યુ લગાવવામાં આવ્યા બાદ હવે આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. શહેરના તમામ મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. 
ST બસમાં મુસાફરી કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર ખાસ વાંચો, રાત્રી કર્ફ્યૂના કારણે બદલાયા છે નિયમ

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. કોરોના વિસ્ફોટના કારણે અમદાવાદમાં સળંગ 57 કલાકના કર્ફ્યુ લગાવવામાં આવ્યા બાદ હવે આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. શહેરના તમામ મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. 

જેના પગલે GSRTC દ્વારા રાત્રી બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. 9 થી 6 કલાક સુધી એસટી બસ સેવા બંધ રહેશે. સવારના 7 વાગ્યાથી રાતના 8 કલાક સુધી બસ સેવા ચાલુ રહેશે. અમદાવાદથી રાત્રી દરમિયાન આવતી જતી 450 બસ બંધ રહેશે. બસોનું સંચાલન પ્રકારે જ કરવામાં આવશે કે રાત્રે 9 વાગ્યા પહેલા બસ પહોંચે તે પ્રકારે જ સંચાલન કરવામાં આવશે. અથવા તો એવી બસો કે જે રાત્રી કર્ફ્યૂ ન હોય તેવા શહેરોમાં જતી બસોને બાયપાસ દ્વારા મોકલાશે. 

જીએસઆરટીસી દ્વારા વિવિધ ડેપોની અલગ અલગ બસો બંધ કરવામાં આવી છે. રાજકોટમાં 378 બસો બંધ છે, વડોદરા 531 બસો બંધ રહેશે. સુરત 395 બસો બંધ રહેશે. સનાથલ ચોકડી,એક્સપ્રેસ હાઇવે ,અસલાલી,હથીજન સર્કલ, અડાલજ ચોકડી, કોબ સર્કલથી બાય પાસ જતી બસ મળશે.

વડોદરા, દુમાંડ ચોકડી,કપુરાય ચોકડી, ગોલ્ડન ચોકડી,જીએનએફસી,છાણી જકાત નાકા થી બસ સેવા મળશે. સુરત મરોલી ચોકડી,કડોદરા ચોકડી,કામરેજ ચોકડી,ઓલપાડ ચોકડી. રાજકોટ ગોંડલ ચોકડી,હજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ,માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે. બાય પાસ પિકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રી દરમિયાન નક્કી કરાયેલ પોઇન્ટ પર એસટી નિગમ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news