તંત્ર હોય તો આવું! માત્ર 6 હજારનો દંડ વસૂલવા 1.20 કરોડનો ધુમાડો કર્યો, DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?

શહેરમાં લોકડાઉન દરમિયાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઇ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમની ચુકવણી થઇ હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહમંત્રાલયમાં કરેલી ફરિયાદ બાદ સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરાયો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 37 હજાર જેટલા વાહનો ડીટેઇન કરીને ટોઇંગ કરાયા હતા.

તંત્ર હોય તો આવું! માત્ર 6 હજારનો દંડ વસૂલવા 1.20 કરોડનો ધુમાડો કર્યો, DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?

સુરત : શહેરમાં લોકડાઉન દરમિયાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઇ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમની ચુકવણી થઇ હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહમંત્રાલયમાં કરેલી ફરિયાદ બાદ સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરાયો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 37 હજાર જેટલા વાહનો ડીટેઇન કરીને ટોઇંગ કરાયા હતા.

આ વાહનો અંગે અગ્રવાલ નામની એજન્સીને બીલ ચુકવામાં આવ્યા છે. જો કે, આરટીઆઇમાં ખુલાસો થયો હતો કે, ડીટેઇન કરવામાં આવેલા વાહનો પૈકી 8 વાહનો જ ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કરવામાં આવ્યા છે. જેના માટે 5900 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. ફરિયાદી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ કરેલી આરટીઆઇ અરજીમાં મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા અપાયેલો જવાબનો ખુલાસો થયો છે કે, લોકડાઉન દરમિયાન 37 હજાર વાહનો ડીટેન કરવામાં આવ્યા નથી. લોકડાઉનના સમયગાળામાં ડીટેન કરવામાં આવેલા વાહનો પૈકી ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કરવામાં આવ્યા છે. જેના માટે માત્ર 5900 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.


(RTI માં થયેલો ખુલાસો)

લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ સિવાયનાં વાહનો રસ્તા પર ખુબ જ ઓછા હોવા છતા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 22 જેટલી ક્રેન પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરી ભ્રષ્ટાચાર કરી હોવાની ફરિયાદ થઇ હતી. જેથી ગભરાયેલા પ્રશાંત સુમ્બે આઇ.પીએસ, નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક પોલીસ દ્વારા પત્રકાર પરિષદ આયોજીત કરીને સ્પષ્ટતા આપી હતી કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન 37 હજારથી વધારે વાહનો ડિટેઇન કરીને નજીકનાં ગોડાઉનમાં ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કર્યા છે. જેના પેટે અગ્રવાલ એજન્સીને બિલ પેટે નાણા ચુકવવા પાત્ર છે. જો કે RTI માં મળેલા નવા જવાબ અનુસાર આ પ્રકારની કોઇ જ ટોઇંગ થયેલા નથી. જ્યારે ટોઇંગ ક્રેનમાં વધારો પણ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news