આગામી લોકસભાની ચૂંટણી હું બનાસકાંઠાથી લડીશઃ લીલાધર વાઘેલા

હાલમાં પાટણ લોકસભા સીટ પરથી લીલાધર વાઘેલા સાંસદ છે. 

આગામી લોકસભાની ચૂંટણી હું બનાસકાંઠાથી લડીશઃ લીલાધર વાઘેલા

અમદાવાદઃ 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અત્યારથી જ ટિકિટની માંગણીઓ જાહેર થવા લાગી છે. હાલના ધારાસભ્યો, સાંસદો વગેરે પોતાના મનની વાત જાહેર કરતા થયા છે. ત્યારે પાટણના ભાજપના સાંસદે પણ પોતાના મનની વાત કરી છે.  

ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલતા પાટણના સાંસદ લીલાધર વાઘેલા પણ પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી હું બનાસકાંઠાથી લડીશ. હું બનાસકાંઠાનો છું તેથી મારે ત્યાંથી ચૂંટણી લડવી છે. ગત લોકસભાની ચૂંટણીમાં હરીભાઈ ચૌધરી પાટણથી હારી જાય તે ભયને કારણે હું 2014ની લોકસભા ચૂંટણી પાટણથી લડ્યો હતો. આ વખતે હું હરીભાઈને રજૂઆત કરીશ કે તમે રહેવા દો. મને બનાસકાંઠાથી ચૂંટણી લડવાની તક આપે અને આ મારો હક છે. 

જે તે સમયે મેં હરીભાઈના ભલા માટે બનાસકાંઠાની સીટ છોડી હતી આ વખતે મારે ત્યાંથી ચૂંટણી લડવી છે. 

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરી હતી. આ કારણે ભાજપમાં પણ તેમના વલણને કારણે ગરમાવો આવી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news